Ahmedabad : શહેરમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન
- Ahmedabad માં પ્રિ-મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં
- પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન
- 67 હજારથી વધુ કેચપીટની સફાઈ પૂર્ણતાના આરે : દેવાંગ દાણી
- "આગામી 10 દિવસમાં બાકી તમામ કેચપીટોની સફાઈ પૂર્ણ થશે"
- "ઓઢવ, નિકોલમાં ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે"
- મનપાનો કંટ્રોલ રૂમ શરુ થઈ ગયો છે: દેવાંગ દાણી
Ahmedabad : મેટ્રો સિટી અમદાવાદમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાતા હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. વરસાદી પાણીનાં કારણે અનેક વિસ્તારમાં મસમોટા ભૂવા પણ પડતા હોય છે, જેના કારણે ઘણી વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. દર ચોમાસે શહેર વરસાદી પાણીમાં ગરકાવ થયાનાં દ્રશ્યો આપણી સમક્ષ આવતા હોય છે જે મનપાની પ્રિ-મોનસૂનની (Pre-Monsoon) કામગીરીનો પોલ ખોલતા હોય છે. જો કે, હવે આ વર્ષે શહેરમાં મનપા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી હેઠળ શું કામગીરી કરવામાં આવી છે તે અંગે સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) ચેરમેન દેવાંગ દાણી માહિતી આપી છે.
આ પણ વાંચો - Gujarat Rain : અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, વરસાદી પાણી ભરાતા લોકો અટવાયા
ખારીકટ કેનાલનું કામ 20 મી સુધીમાં પૂર્ણ થઈ જશે : દેવાંગ દાણી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ (Devang Dani) પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, અમદાવાદમાં (Ahmedabad) પ્રિ-મોન્સૂનની કામગીરી તેના અંતિમ તબક્કામાં છે. 67 હજારથી વધુ કેચપીટની સફાઈ પૂર્ણતાનાં આરે છે. આગામી 10 દિવસમાં બાકી તમામ કેચપીટોની સફાઈ પણ પૂર્ણ કરાશે. તેમણે કહ્યું કે, શહેરનાં વિવિધ તળાવમાં સફાઈ અને પાણી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ઓઢવ, નિકોલમાં ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. ખારીકટ કેનાલનું (Kharikat Canal) કામ 20 મી સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો - Mahesana: બહુચરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા
'ચંડોળા તળાવ ને ઊંડું કરવામાં આવશે'
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, મનપાનો (AMC) કંટ્રોલ રૂમ પણ શરુ થઈ ગયો છે. અંડરબ્રિજમાં પાણી ભરાય તો ઓટોમેટિક બંધ થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ગતરાતે વરસાદમાં અમુક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારનાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે. ચોમાસામાં પાણી ભરાઈ ન રહે તે માટે ટ્રન્કલાઈન દ્વારા તકેદારી રખાશે. કેટલીક જગ્યાએ માઈક્રો ટનલિંગથી કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ટ્રન્કલાઈન દ્વારા ટ્રીટ કરેલુ પાણી સાબરમતીમાં છોડાશે. મણિનગર વિસ્તારમાંનું પાણી ચંડોળામાં જાય તેવી વ્યવસ્થા કરાશે. ચંડોળા તળાવમાં ઇસનપુર, મણિનગરની બંધ થયેલ લાઈનો ફરી શરૂ કરાશે. ચંડોળા તળાવ ને ઊંડું કરવામાં આવશે.
આ પણ વાંચો - 'Sindoor Van' : 'Operation Sindoor' ની સફળતા બાદ AMC બનાવશે 'સિંદુર વન', 551 સિંદૂરનાં વૃક્ષ રોપાશે