Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગેરકાયદેસર દબાણ દૂર કરવા હવે Drone દ્વારા કરાશે સર્વે

Ahmedabad : અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ. પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરે સબંધિત અધિકારીઓને તાકીદ કરી. અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ...
ahmedabad   ગેરકાયદેસર દબાણ દૂર કરવા હવે drone દ્વારા કરાશે સર્વે
Advertisement

Ahmedabad : અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ. પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરે સબંધિત અધિકારીઓને તાકીદ કરી. અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક કલેક્ટર પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.

બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા ડ્રોનથી સર્વે કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તળાવો ઊંડા કરવા, પીંપળજ ગામે ગામતળ નીમ કરવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, અશાંત ધારાનો કડક અમલ કરવા, બાવળા રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા, વિરમગામ તાલુકામાં સૌની યોજનાનું પાણી આપવા અને પીક અપ સ્ટેન્ડ બનાવવા, જમીન રિ-સર્વે, સ્મશાન નીમ કરવા, રખડતા ઢોર પર નિયંત્રણ, ઈંટોના ભઠ્ઠાને લગતા પ્રશ્નો તેમજ ડ્રેનેજ સફાઈ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સહિતના પ્રશ્નો ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, સર્વે ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અહેવાલ - સંજય જોશી

Advertisement

આ પણ વાંચો - અત્યાધુનિક ઇનોવેશન! હવે T Shirt બચાવશે Heart Attack થી, વાંચો આ અહેવાલ…

Tags :
Advertisement

.

×