Ahmedabad: સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની રૂ.50 લાખનો ખેલ પાડ્યો
- ફોરેન કરન્સીના કેસમાં 10થી 15 વર્ષ જેલની સજાની ધમકી આપી હતી
- કેસની પતાવટ કરવા માટે બળજબરી પૂર્વક રૂ.50 લાખ પડાવી લીધા
- આકાશ પટેલ સહિત 3 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
Policeની ઓળખ આપી રૂપિયા 50 લાખ પડાવનાર 3 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પોલીસે આરોપી આકાશ પટેલની ધરપકડ કરી છે. તેમ અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે. આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરી હતી. તેમાં ફોરેન કરન્સીના કેસમાં 10થી 15 વર્ષ જેલની સજાની ધમકી આપી હતી. તથા કેસની પતાવટ કરવા માટે બળજબરી પૂર્વક રૂપિયા 50 લાખ પડાવી લીધા હતા. તેમાં આકાશ પટેલ સહિત 3 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી.
તોડબાજ સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે પહેલા 5 કરોડ માંગ્યા
ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડ પોલીસ (Police) કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની રૂપિયા 50 લાખનો તોડ વેપારી સાથે કર્યો છે. જેમાં તોડબાજ સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે પહેલા 5 કરોડ માંગ્યા અને તેના પરથી ભાવ નક્કી કરતા રૂપિયા 50 લાખ નક્કી થયા અને સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ આકાશ અને તેના સાગરિતો રૂપિયા લઈને ફરાર થઇ ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના નામે લાયસન્સ વિના ફોરેન કરન્સી એકસચેન્જ કરતા લોકોનો તોડ કરતો હતો. આકાશ પટેલ સામે અગાઉ પણ ઘણી ફરિયાદ નોંધાઈ છે. સસ્પેન્ડ પોલીસ (Police) કોન્સ્ટેબલે વેપારીને દમ મારતા કહ્યું કે જો ગુનો નોંધવામાં આવશે તો 15 વર્ષની જેલ થશે એના કરતા રૂપિયા આપી દો. આ સમગ્ર ઘટનામાં વેપારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવી છે અને આકાશ અને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ થતા તેઓ ફરાર થયા છે.આકાશ પટેલ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં હતો તે સમયે પણ લોકો પાસેથી તોડ કરતો હતો અને વિવાદમાં રહેતો હતો.
આ પણ વાંચો: Ahmedabad: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર
આકાશ પટેલ સહિતના ત્રણ લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી
ગુજરાત રાજ્યમાં અત્યારે નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ (Police) , નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફડો ફાટ્યો છે. જેમાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી 50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે. મિહિર પરીખ નામના વેપારીને ક્રાઇમ બ્રાન્ચમાં ફોરેન કરન્સીનો કેસ થયો છે તેમ જણાવી ડરાવીને પૈસા પડાવ્યા હતા. ત્રણ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને બળજબરીપૂર્વક વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વેપારી મિહિર પરીખને પોલીસ તરીકેની ઓળખ આપીને 10થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી. આકાશ પટેલ સહિતના ત્રણ લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર