Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, વાહનમાં તોડફોડ કરીને બેટરી લઈ ફરાર

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે, ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારને ગુંડા તત્વોએ બાનમાં લીધો હતો. ગતરાત્રીએ વિસ્તારની સોસાયટીમાં બેફામ તત્વોએ આતંક મચાવ્યો હતો. અને વાહનોમાં તોડફોડ કરી હતી.
ahmedabad  અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક  વાહનમાં તોડફોડ કરીને બેટરી લઈ ફરાર
Advertisement
  • Ahmedabad: અમદાવાદમાં બેફામ આવારા તત્વો
  • વસ્ત્રાલની સોસાયટીમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
  • ઓમકાર હાઈટ્સ સોસાયટીને લીધી બાનમાં
  • કાર સહિતના વાહનોમાં કરી તોડફોડ
  • ગાડીના કાચ તોડી બેટરીની ચોરી કરી ફરાર થયા શખ્સો
Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં રાત્રી દરમિયાન તોડફોડ અને ચોરી (Theft)નો બનાવ સામે આવ્યો છે. ઓમકાર હાઇટ્સ સોસાયટી (Omkar Heights Society) બહાર પાર્ક કરેલી કાર (Car)ના કાચ તોડી અજાણ્યા શખ્સોએ બેટરી (Battery)ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે વાહન માલિક અને સ્થાનિક રહેવાસીઓને આ ઘટનાની જાણ થઈ ત્યારે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

Ahmedabad: ઓમકાર હાઇટ્સ સોસાયટી બહાર ઉત્પાત

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ઓમકાર હાઇટ્સ સોસાયટી બહાર એક કાર પાર્ક (Parked Vehicle) કરવામાં આવી હતી. રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ કારના કાચ (Car Glass) તોડી અંદરથી બેટરી કાઢી લીધી હતી. આ ઘટનાના પગલે આસપાસના રહેવાસીઓમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્તારમાં ચોરી અને તોડફોડ (Vandalism) જેવી ઘટનાઓ વધતી જઈ રહી છે.

Ahmedabad: વાહનમાંથી બેટરીની પણ ચોરી

સવારે વાહન માલિકે ગાડી પાસે પહોંચતાં કાચ તૂટેલા જોવા મળ્યા હતા અને તપાસ કરતા ગાડીની બેટરી ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાની જાણ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station)માં કરી હતી. સ્થાનિકોએ લેખિત અરજી (Application) આપીને વિસ્તારમાં સુરક્ષા (Security) વધારવાની પણ માંગણી કરી છે.

Ahmedabad:અરજીના આધારે પોલીસ તપાસ શરૂ

અરજીના આધારે રામોલ પોલીસ (Police) દ્વારા ઘટનાની તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા (CCTV Camera)ની તપાસ કરી રહી છે જેથી આરોપીઓને ઝડપવામાં મદદ મળી શકે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તોડફોડ અને ચોરીમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે. હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
 
Tags :
Advertisement

.

×