ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક! પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો, પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે.
10:59 AM Mar 14, 2025 IST | Hardik Shah
Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો, પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે.
Ahmedabad anti-social elements in Vastral Police nab 9 people

Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો, પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે. શાશ્વત મહાદેવ-2 સોસાયટીની બહાર 15થી 20 લુખ્ખાઓના ટોળાએ રાહદારીઓ પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા કર્યા હતા, કારણ કે શહેરમાં અવાર-નવાર આવા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવતા જોવા મળે છે. જોકે, આ વખતે અમદાવાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં 9 શખ્સોની અટકાયત કરી લીધી, જેનાથી આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે.

અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ ઘટનામાં અસામાજિક તત્વોએ રસ્તા પર હંગામો મચાવ્યો હતો. રાહદારીઓને માર મારવા ઉપરાંત, તેમણે વાહનોને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આવી ઘટનાઓથી રાત્રે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પરંતુ પોલીસે આ વખતે કાયદાનો દંડો ઉગામતા આરોપીઓને સકંજામાં લઈ લીધા છે. અટકાયતમાં લેવાયેલા આ શખ્સો પર કડક કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર અંકુશ લાગે. અમદાવાદમાં લુખ્ખાગીરીના આવા કિસ્સાઓ નવા નથી, પરંતુ પોલીસની આ ઝડપી કાર્યવાહીના કારણે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત, રાત્રિ પેટ્રોલિંગને વધુ મજબૂત કરવાની માંગ પણ સ્થાનિકો દ્વારા ઉઠવા લાગી છે. આ ઘટના એક ચેતવણી છે કે લુખ્ખાઓએ હવે ચેતી જવું પડશે, કારણ કે કાયદો તેમની સામે નિષ્ક્રિય નહીં રહે.

આ પણ વાંચો :  Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

Tags :
AhmedabadAhmedabad NewsAhmedabad PoliceGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik ShahpoliceVastral
Next Article