Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: રફતારના રાક્ષસ! ત્રણ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા

Ahmedabad: અમદાવાદમાં રફતારના રાક્ષસ સક્રિય થયા છે. જેમાં ત્રણ વિવિધ વિસ્તારોના અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે અમદાવાદના રામોલમાં કારચાલકે કાર છાપરાઓમાં ઘુસાડી દિધી છે. તેમાં રામોલના વડું તળાવ વિસ્તારમાં આવેલ શ્રમિકોના છાપરામાં કાર ઘુસાડતા અફરાતફરી મચી હતી. જેમાં અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થતા એલજી હોસ્પિટલ હોસ્પિટલ ખસેડાયા છે.
ahmedabad  રફતારના રાક્ષસ  ત્રણ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા
Advertisement
  • Ahmedabad: અમદાવાદના બાવળામાં ડમ્પરની અડફેટે એકનું મોત થયુ
  • શહેરના રામોલમાં કારચાલકે કાર છાપરાઓમાં ઘુસાડી દિધી
  • અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 2ના મોત થયા

Ahmedabad: અમદાવાદમાં રફતારના રાક્ષસ સક્રિય થયા છે. જેમાં ત્રણ વિવિધ વિસ્તારોના અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે અમદાવાદના રામોલમાં કારચાલકે કાર છાપરાઓમાં ઘુસાડી દિધી છે. તેમાં રામોલના વડું તળાવ વિસ્તારમાં આવેલ શ્રમિકોના છાપરામાં કાર ઘુસાડતા અફરાતફરી મચી હતી. જેમાં અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થતા એલજી હોસ્પિટલ હોસ્પિટલ ખસેડાયા છે.

અમદાવાદના બાવળામાં ડમ્પરની અડફેટે એકનું મોત થયુ

ઉલ્લેખનીય છે કે અમદાવાદના બાવળામાં ડમ્પરની અડફેટે એકનું મોત થયુ છે. બલદાણા-બેગા ગામડા માર્ગ પાસે અકસ્માત થયો છે. જેમાં અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો છે. કેરાળ GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી છે. જેમાં ડમ્પરચાલકોના ત્રાસના કારણે સ્થાનિકોમાં રોષ છે. તથા RTO અને ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરે તેવી માગ છે. તેમજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 2ના મોત થયા છે. તથા ધોળકાના ગોધનેશ્વર અને કરિયાણા ગામ નજીક અકસ્માત થયો છે. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બેના ઘટનાસ્થળે મોત થયા છે. બંને બાઈકસવાર ધોળકાના રુપગઢ ગામના વતની હતા. તેમજ ધોળકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement

Ahmedabad: ડમ્પરના ચાલકે ઉપાસના સર્કલ પાસે રોડ પર જતા બાઈક ચાલકને અડફેટે લીધો

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે ઉપાસના સર્કલ પાસે રોડ પર જતા બાઈક ચાલકને અડફેટે લઇને અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલક યુવક અક્ષય નંદાસણીયા હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો. જેને પોલીસે દોડી આવીને ટ્રાફિકને હળવો કર્યો હતો જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડી બી-ડિવિઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારી

ધોળકા- ખેડા હાઇવે પર ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર ત્રણ મિત્રો પૈકી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે અન્ય બે મિત્રોને ઇજા થઇ હતી. આ મામલે ફરિયાદ નોંધાઇ છે. બારેજાના દર્શનકુમાર ચંદુભાઇ દરજીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના મિત્ર સૌરવભાઇ રાજુભાઇ રાવળ સાથે બારેજાથી ખાતરીપુર માતાજીના માંડવામાં હાજરી આપી પરત પોતાના ઘરે બારેજા જઇ રહ્યાં હતા. ખાતરીપુર ગામના બસ સ્ટેન્ડથી સહિત ગામ તરફ આગળ જતા પૂરઝડપે આવેલા અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને ઓવરટેક કરવા જતા ટક્કર મારી હતી. બાઇક પર સવાર ત્રણ મિત્રો નીચે પટકાયા હતા અને આકાશ દરજી પર ડમ્પર ચઢાવી દેતા ગંભીર ઇજાથી મોત થયું હતું. દર્શન કુમાર દરજી અને સૌરવ રાવલને પણ ઇજા થઇ હતી.

આ પણ વાંચો: Delhi: શ્રીમંતોની જીવનશૈલીને કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

Tags :
Advertisement

.

×