Ahmedabad: ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે મોટેરા, વસ્ત્રાલ અને હાંસપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, પોલીસ જવાનોને આપી શિખામણ
Harsh Sanghavi Home Minister: અમદાવાદ શહેરના ઝડપી ભૌગોલિક વિસ્તાર અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે 3 નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. મોટેરા, વસ્ત્રાલ અને હાંસપુરા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DGP જી. એસ. મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત થતાં અમદાવાદમાં કુલ પોલીસ મથકોની સંખ્યા 49 થી વધીને 52 થઈ ગઈ છે.
Advertisement
Ahmedabad: મેટ્રો સિટી અમદાવાદના સતત વધી રહેલા ભૌગોલિક વ્યાપ અને વસ્તી ગીચતા વચ્ચે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે શહેરમાં વધુ ત્રણ નવા પોલીસ સ્ટેશનોનો ઉમેરો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના વરદહસ્તે મોટેરા, વસ્ત્રાલ અને હાંસપુરા પોલીસ સ્ટેશનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ડીજીપી જી. એસ. મલિક, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ આ તકે નવા પોલીસ સ્ટેશનોનું સત્તાવાર જાહેરનામું પણ સુપ્રસિદ્ધ કર્યું હતું.

