ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : આવતીકાલે "વિશ્વ કિડની દિવસ", સિવિલ હોસ્પિ.માં અત્યાર સુધી 328 કિડનીનું દાન

સિવિલ હોસ્પિટલમાં "વિશ્વ કિડની દિવસ" નાં એક દિવસ પૂર્વે ખરા અર્થમાં આ દિવસની મહત્તા સાર્થક કરતું અંગદાન થયું છે.
11:47 PM Mar 12, 2025 IST | Vipul Sen
સિવિલ હોસ્પિટલમાં "વિશ્વ કિડની દિવસ" નાં એક દિવસ પૂર્વે ખરા અર્થમાં આ દિવસની મહત્તા સાર્થક કરતું અંગદાન થયું છે.
Ahmedabad_Gujarat_first
  1. આવતીકાલે "વિશ્વ કિડની દિવસ" ની ઉજવણી કરાશે
  2. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 328 કિડનીનું દાન મળ્યું
  3. કુલ 591 અંગોનાં દાનથી 573 વ્યક્તિઓને નવજીવન મળ્યું : ડો. રાકેશ જોશી

Ahmedabad : દર વર્ષે માર્ચ મહીનાનાં બીજા ગુરુવારે "વિશ્વ કિડની દિવસ" (World Kidney Day) તરીકે ઉજવવામાં આવે છે. કિડની સંબંધિત રોગો સંદર્ભે લોકોમાં જાગૃતતા પ્રસરે અને કિડનીની ગંભીર બીમારી ધરાવતા અને લાંબા સમયથી ડાયાલિસિસ પર રહેલા દર્દીઓ કે જેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેમને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ 181 મું અંગદાન ગુપ્તદાન!

અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં "વિશ્વ કિડની દિવસ" નાં એક દિવસ પૂર્વે ખરા અર્થમાં આ દિવસની મહત્તા સાર્થક કરતું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ આ 181 મું અંગદાન ગુપ્તદાન રૂપે થયું છે. સમગ્ર વિગતો જોઈએ તો, મૂળ ઉત્તરપ્રદેશનાં અને અમદાવાદમાં નોકરી માટે વસવાટ કરતા 45 વર્ષીય પુરુષને મગજનાં લોહીની નસ ફાટી જતાં બ્રેઇન હેમરેજ થયું હતું, જેથી સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દી સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતાં ફરજ પરનાં ડોક્ટરોએ પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યા.

આ પણ વાંચો - Chhota Udepur : પ્રાથમિક શિક્ષણાધિકારીએ 21 શાળાને ફટકારી નોટિસ, 3 દિવસમાં ખુલાસો કરવા આદેશ

કુલ 591 અંગોનાં દાનથી 573 વ્યક્તિઓને નવજીવન મળ્યું : ડો. રાકેશ જોશી

દર્દીનાં પરિવારજનોએ સર્વસંમતિથી અંગદાનની સંમતિ આપતા 12 માર્ચ, 2025 નાં રોજ એટલે કે આજે તેમના અંગોનું દાન લેવામાં આવ્યું. આ અંગદાનથી મળેલ બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલનાં જરુરિયાતમંદ દર્દીઓમાં તેમ જ હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 181 અંગદાતાઓ થકી 328 કિડની, 158 લીવર, 57 હ્રદય, 30 ફેફસા, 10 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ અને 5 સ્કીન મળી કુલ 591 અંગોનું દાન મળ્યું છે, જેનાં થકી 573 વ્યક્તિઓને નવજીવન આપણે આપી શક્યા છીએ તેમ ડો. રાકેશ જોશીએ (Dr. Rakesh Joshi) વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો - Vadodara : ધુળેટીની ઉજવણી વચ્ચે એક વિદ્યાર્થી લાકડાની બેન્ચ લઈ બીજાને મારવા દોડ્યો, Video વાઇરલ

'રાજ્યમાં 2 હજારથી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગમાં'

દર વર્ષે માર્ચ મહિનાનાં બીજા ગુરુવારે ઊજવાતા વર્લ્ડ કિડની દિવસ નિમિત્તે વર્ષ 2025 ની થીમ "Are Your Kidneys OK? Detect Early, Protect Kidney Health અન્વયે સમાજનાં દરેક લોકોને પોતાની કિડનીનાં સ્વાસ્થ્યને જાળવવા જરુરી ધ્યાન રાખવા ડો. જોષીએ સૌને અપીલ કરી હતી. હાલ, રાજ્યમાં 2 હજારથી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગમાં છે. લાઇવ ડોનેશન નહીં પરંતુ, બ્રેઇન ડેડ વ્યક્તિનાં અંગદાનથી પિડિત વ્યક્તિઓને અંગો મળી રહે તે માટે સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે અનુરોધ કર્યો હતો.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Bhavnagar : 19 વર્ષીય યુવતીને પ્રેમમાં મળી મોતની સજા! પિતા-કાકા સામે હત્યાનો આરોપ

Tags :
AhmedabadCivil HospitalDr Rakesh JoshiGUJARAT FIRST NEWSkidney diseasekidney transplantorgan donationTop Gujarati NewsWorld Kidney Day
Next Article