Ahmedabad: વરસાદ પીડિત વેપારીઓ માટે સરકારની સહાય, વરસાદથી નુકસાન ભોગવનાર વેપારીઓને મળશે આર્થિક મદદ
શહેરમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે વ્યાપાર-ધંધામાં મોટું નુકસાન સહન કરનાર વેપારી વર્ગ માટે સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. નુકસાનીની ભરપાઈ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સમિતિ બનાવીને ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના દ્વારા પાત્રતા ધરાવતા તમામ વેપારીઓને પારદર્શક રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે
Advertisement
Ahmedabad Flood Financial Assistance Traders: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અગાઉ પડેલા ભારે અને અતિવૃષ્ટિ જેવા વરસાદના કારણે મોટા પાયે આર્થિક નુકસાન વેઠનાર વેપારીઓ માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદી પાણી ભરાવાને કારણે જે વેપારીઓની દુકાનો, માલસામાન કે વ્યાપારને ભારે નુકસાન પહોંચ્યું હતું, તેવા તમામ અસરગ્રસ્ત વેપારીઓને હવે સરકાર તરફથી સીધી આર્થિક મદદ (Financial Assistance) પૂરી પાડવામાં આવશે.

