ત્રાગડના ગોડાઉનમાંથી ₹20 લાખનો દારૂ ઝડપાયો, 2 દિવસ પહેલાં ભાડે રાખ્યું હતું ગોડાઉન
Ahmedabad Police: અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ત્રાગડ ગામે ઝોન 2 LCB પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. બે દિવસ પહેલાં ભાડે રખાયેલા ગોડાઉનમાંથી રૂ. 20 લાખની કિંમતની 11,292 દારૂની બોટલો, આઈસર ટ્રક અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Advertisement
Tragad Liquor Raid: અમદાવાદ (Ahmedabad) શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગેરકાયદે વિદેશી દારૂના મોટા નેટવર્ક પર તવાઈ બોલાવી છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ત્રાગડ (Tragad) ગામ ખાતે એક બંધ ગોડાઉનમાં છુપાવી રાખવામાં આવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝોન 2 LCB પોલીસે ઝડપી પાડ્યો છે.

