Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વસ્ત્રાલની ઘટનાનાં પડઘા! એકસાથે 440 પોલીસકર્મીઓની બદલીનાં આદેશ

શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની ટ્રાફિક પોલીસમાં બદલી કરવામાં આવી છે.
ahmedabad   વસ્ત્રાલની ઘટનાનાં પડઘા  એકસાથે 440 પોલીસકર્મીઓની બદલીનાં આદેશ
Advertisement
  1. વસ્ત્રાલ વિસ્તારની ઘટના બાદ પોલીસકર્મીઓના બદલીનો દોર (Ahmedabad)
  2. અમદાવાદ શહેરમાં 400 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI ની બદલી
  3. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 440 પોલીસકર્મીઓની બદલીનાં આદેશ જારી કર્યા

અમદાવાદનાં (Ahmedabad) વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંકની ઘટના બાદ શહેરમાં પોલીસ કર્મચારીઓની બદલીનો દોર શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં 400 થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની બદલી કરવમાં આવી છે. શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની ટ્રાફિક પોલીસમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Valsad : 3 વર્ષની માસૂમને પીંખી નાખનાર નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા

Advertisement

Advertisement

શહેરમાં 400 થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની બદલી

અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારની (Vastral Incident) ઘટના બાદ રાજ્યભરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનાં આતંકને ડામવા માટે ગૃહ રાજ્ય મંત્રાલય અને રાજ્ય પોલીસ વડાએ આકરું વલણ અપનાવ્યું છે અને રાજ્યભરનાં પોલીસ સ્ટેશનમાં જે તે વિસ્તારનાં ગુનેગારો અને લુખ્ખા તત્વોની યાદી બનાવી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જ્યારે, બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, વસ્ત્રાલની ઘટના બાદ શહેરમાં એક સાથે 400 થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની બદલી કરવમાં આવી છે.

આ પણ વાંચો - Vadodara : VMC ની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઊગ્ર બોલાચાલી

શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ ટ્રાફિક પોલીસમાં બદલી કરાઈ

માહિતી અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 440 પોલીસ કર્મીઓની બદલીનાં આદેશ જારી કર્યા છે. શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI ની ટ્રાફિક પોલીસમાં (Ahmedabad Traffic Police) બદલી કરાઈ છે. જણાવી દઈએ કે વસ્ત્રાલ વિસ્તારમાં હોળીનાં તહેવારની રાતે 15 થી 20 જેટલા લોકોનાં ટોળાએ હાથમાં તલવાર, દંડા અને છરી જેવા હથિયારો રાખી જાહેરમાં ભારે ધમાલ વચાવી હતી અને પાર્ક વાહનોમાં તોડફોડ કરી ત્યાંથી પસાર થતાં લોકો પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી એક બાદ એક આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Surat : ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Tags :
Advertisement

.

×