ક્રાઈમ સિટી બનતું અમદાવાદ? મોડી રાત્રે 2 અલગ-અલગ હત્યાની ઘટનાઓથી શહેર ધ્રૂજ્યું
- Ahmedabad double murder
- અમદાવાદમાં મોડી રાત્રે હત્યાના બે બનાવ
- મણીનગરમાં યુવતીની કરાઈ નિર્મમ હત્યા
- યુવતીના ફિયાન્સે જ હત્યા કર્યાનું પરિવારનું રટણ
- ભારે પથ્થરથી મોંઢા પર વાર કરી કરાઈ હત્યા
- બીજી ઘટનામાં વટવા વિસ્તારમાં યુવકની હત્યા
- વટવામાં યુવકની હત્યાનું કારણ હાલ અકબંધ
- હત્યા બાદ ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ
- બંને મામલામાં પોલીસે તપાસ હાથ ધરી
Ahmedabad double murder : જે અમદાવાદ પહેલા શાંતિ અને સલામતી માટે જાણીતું હતું, તે શહેર આજે ક્રાઈમ સિટી બનતું જઇ રહ્યું છે. ગઈકાલે બુધવારના રોજ મોડી રાત્રે શહેરના 2 અલગ-અલગ વિસ્તારોમાં હત્યાના 2 સનસનીખેજ બનાવો બન્યા છે. મણિનગરમાં સગીરાની નિર્મમ હત્યા અને વટવામાં યુવકની કરપીણ હત્યા (Murder) એ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આ ઘટનાઓએ સ્થાનિકોમાં ભારે ફફડાટ અને રોષ પેદા કર્યો છે.
1. મણિનગર : પ્રેમ અને શંકાનો કરુણ અંત
મણિનગર વિસ્તારમાં આવેલ કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં ફલક નાજ પઠાણ નામની સગીરાની જાહેરમાં હત્યા (Murder) કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ફલક નાજની હત્યા તેના જ ફિયાન્સે (મંગેતર) મહંમદ પઠાણ દ્વારા કરવામાં આવી છે. આ હત્યા પાછળનું પ્રાથમિક કારણ 'શંકા' હોવાનું માનવામાં આવે છે. આરોપી મહંમદને તેની ફિયાન્સે પર કોઈ બાબતે શંકા હતી, જેનો ખાર રાખીને તેણે આ ક્રૂર કૃત્ય આચર્યું. મળી રહેલી માહિતી અનુસાર, આરોપીએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે રસ્તા પર પડેલા ભારે કોટાસ્ટોનના પથ્થર વડે સગીરાના મોઢા પર ઉપરા-ઉપરી ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે સગીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મણિનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહંમદ પઠાણની ધરપકડ કરી લીધી છે.
Ahmedabad Crime: અમદાવાદમાં રક્તરંજિત રાત એક જ રાતમાં બે હત્યા! | Gujarat First
અમદાવાદમાં મોડી રાત્રે હત્યાના બે બનાવ
મણીનગરમાં યુવતીની કરાઈ નિર્મમ હત્યા
યુવતીના ફિયાન્સે જ હત્યા કર્યાનું પરિવારનું રટણ
ભારે પથ્થરથી મોંઢા પર વાર કરી કરાઈ હત્યા
બીજી ઘટનામાં વટવા વિસ્તારમાં… pic.twitter.com/59N6rWkObo— Gujarat First (@GujaratFirst) February 12, 2026
2. વટવા: તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા (Murder)
બીજી ઘટના શહેરના વટવા વિસ્તારમાં બની છે. વટવા ચાર માળિયા પાસે મોડી રાત્રે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
મૃતકની વિગત
મૃતકની ઓળખ મોહંમદ શકીલ (32 વર્ષ) તરીકે થઈ છે. શકીલ વ્યવસાયે કેટરિંગનું કામ કરતો હતો. અજાણ્યા હુમલાખોરોએ શકીલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. ગંભીર ઈજાઓને કારણે તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. વટવા હત્યાકાંડમાં આરોપીઓ ગુનો આચરીને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્યની શોધખોળ હજુ ચાલુ છે. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ પોલીસ અંગત અદાવત કે જૂની દુશ્મનીના એન્ગલથી તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ અને વર્તમાન સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાના બનાવો બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યા છે. PMની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
આ પણ વાંચો : સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલમાં 81 ઝડપાયા


