Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બાવળાનાં ઢેઢાળ ગામે આવેલી કેમિકલ કંપનીમાં બે શ્રમિકનાં મોત

ઘટનાને પગલે બાવળા પોલીસે (Bavla Police) સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ahmedabad   બાવળાનાં ઢેઢાળ ગામે આવેલી કેમિકલ કંપનીમાં બે શ્રમિકનાં મોત
Advertisement
  1. Ahmedabad નાં બાવળાની ખાનગી કંપનીમાં બે શ્રમિકના મોત
  2. ઢેઢાળ ગામે શ્રી કેમિકલ નામની કંપનીમાં બે શ્રમિકના મોત
  3. કેમિકલનો ટાંકો સાફ કરવા ઉતરેલા બંને શ્રમિક ઝેરી અસરથી મૃત્યુ પામ્યા!
  4. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદનાં (Ahmedabad) બાવળીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ખાનગી કેમિકલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકોનાં મોત નીપજ્યા છે. કેમિકલનો ટાંકો સાફ કરવા ઉતરેલા બે કામદારોનાં મોત થયાં છે. ઘટનાને પગલે બાવળા પોલીસે (Bavla Police) સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ટાંકામાં ઝેરી અસર થવાથી બંને શ્રમિકોનાં મોત નીપજ્યા હોવાની આશંકા છે.

આ પણ વાંચો - Dileep Sanghani : ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કહ્યું- રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે..!

Advertisement

ઢેઢાળ ગામે શ્રી કેમિકલ નામની કંપનીમાં બે શ્રમિકના મોત

પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાનાં (Ahmedabad) બાવળા તાલુકાનાં ઢેઢાળ ગામે શ્રી કેમિકલ નામની કંપની (Shree Chemical Company) આવેલી છે. જ્યાં એક મોટી દુર્ઘટના ઘટના છે. કંપનીમાં કામ કરતા બે કામદારોનાં મોત નીપજ્યા છે. બંને શ્રમિક કેમિકલનો ટાંકો સાફ કરવા તેમાં ઉતર્યા હતા. દરમિયાન, ઝેરી અસર થતાં બંનેનાં મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી છે. શ્રમિકોને સારવાર મળે તે પહેલા તેમનાં મોત નીપજ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Valsad : વધુ એક પરિવારનો સામૂહિક આપઘાત, પત્ની-બાળકની હત્યા કરી પતિએ કર્યો આપઘાત

પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

આ ઘટનાની જાણ થતાં બાવળા પોલીસની ટીમ (Bavla Police) પણ શ્રી કેમિકલ કંપની ખાતે પહોંચી હતી. પોલીસે બંને શ્રમિકોનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, બંને શ્રમિકોનાં મોત પાછળનું સાચું કારણ શું છે તે હાલ જાણી શકાયું નથી. આ બંને શ્રમિકોનાં મોત પાછળ કંપનીની બેદરકારી જવાબદાર હોવાની પણ ચર્ચા છે. મૃતક શ્રમિકોની ઓળખ હાલ સામે આવી નથી.

આ પણ વાંચો - Gandhinagar : સતત બીજા દિવસે ગુજરાતી કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી, જુઓ Video

Tags :
Advertisement

.

×