Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની રાણીપમાં જાહેરસભા, કહ્યું- હું દરેકને અપીલ કરું છું કે..!
- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગુજરાતનાં પ્રવાસે
- અમદાવાદનાં રાણીપમાં સરદાર ચોક ખાતે જાહેરસભામાં સંબોધન
- નરેન્દ્રભાઈએ સોલાર રૂફટોપની યોજના બહાર પાડી: અમિત શાહ
- મહાકુંભ ઘણા લોકોનાં નસીબમાં નથી આવતો: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહે (Amit Shah) આજે ગુજરાત પ્રવાસ દરમિયાન 651 કરોડનાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. AMC ના વિકાસલક્ષી વિવિધ કાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરીજનોને કરોડોનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. દરમિયાન, રાણીપમાં (Ranip) સરદાર ચોક ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ જાહેરસભાને સંબોધિત કરી હતી.
નરેન્દ્રભાઈએ સોલાર રૂફટોપની યોજના બહાર પાડી: અમિત શાહ
જણાવી દઈએ કે, રાણીપમાં યોજાયેલ જાહેરસભામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) એ કહ્યું હતું કે, વરસાદના પાણીને કુવામાં ઉતારવાનું કામ શરૂ થયું છે. નાગરિકોએ માત્ર સંમતિ પત્ર મોકલી આપવો પડશે. પાણી બચાવવાનું કામ અમે કરીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સોલાર રૂફટોપની યોજના બહાર પાડી છે. બધાએ આ યોજનાનો લાભ લેવો જ જોઈએ. યોજનામાં 80 હજાર સુધીની સબસીડી મળશે.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 110 બેડની કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન
ગુજરાતીઓને હું કુંભમાં જવા અપીલ કરૂં છું : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આગળ કહ્યું કે, આપણે આપણો જ વિચાર કરીએ તો સમાજ ન ચાલે. આપણે આગામી પેઢીનો પણ વિચાર કરવો જોઈએ. ગુજરાત સરકારે મારો એકપણ પત્ર પાછો નથી કાઢ્યો. મારા દરેક પત્ર પર સરકાર દ્વારા કામ થયું જ છે. આ સાથે તેમણે કહ્યું કે, પાણી બચાવવા માટે હું દરેક સોસાયટીના લોકોને પત્ર લખવાનો છું, જેથી આવનારી પેઢીને સમસ્યા ન થાય. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં (Mahakumbh 2025) જવા માટે ગુજરાતીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મહાકુંભ ઘણા લોકોનાં નસીબમાં નથી આવતો. ઘણાનાં અનેક જન્મો સુધી કુંભ આવતો નથી. આપણા નસીબમાં છે, તો જરૂર જવું જોઈએ. ગુજરાતીઓને હું કુંભમાં જવા અપીલ કરૂં છું. યુવાનો અને કિશોરોને પણ કુંભમાં ખાસ લઈ જવા જોઈએ.
આ પણ વાંચો - ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર બાદ GSHSEB એ ધો. 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યાં
651 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
જણાવી દઈએ કે, આજે દિવસભર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહેરનાં વિવિધ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમોમાં હાજરી આપી 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે ચાંદખેડામાં ડી કેબિન અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુભાષચંદ્ર બોઝની (Subhash Chandra Bose) પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો - Rajkot : ચકચારી ઘટના! લોકોના જીવ બચાવનાર તબીબે ટુંકાવ્યું જીવન!