Ahmedabad : વટવામાં 34 વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, DNA એનાલિસિસ આધારે ક્રાઈમ બ્રાન્ચ કરશે આગળની કાર્યવાહી
- Ahmedabad માં 34 વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાશે
- 34 વર્ષ પહેલાં હત્યા બાદ લાશને ખાર કૂવામાં નિકાલ કરવામાં આવ્યો હતો
- ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીની કરાઇ હતી હત્યા
- ક્રાઈમ બ્રાન્ચને તી મળ્યાં બાદ ખોદકામ થયું હતું
- હત્યારા શમશુદ્દીને ઘર પાછળ જ ખાર કૂવામાં મૃતદેહને દાટયો હતો
Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચને (CRIME BRANCH) હત્યાના કેસમાં મહત્વની કડી મળી હતી અને પ્રેમપ્રકરણમાં (love) જે હત્યા થઈ હતી તેનો ભેદ ઉકેલી નાખ્યો છે, આ કેસમાં મુખ્ય આરોપી શમશુદ્દીન છે તેનું પણ અવસાન (death) થઈ ગયું છે,તો ક્રાઈમ બ્રાન્ચ મુખ્ય આરોપીના ભાઈ સહિત અન્ય સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ શરૂ કરશે. જે અવશેષો મળી આવ્યા છે તેના આધારે મૃતક યુવતીના પરિજનોના ડીએનએ પણ મેચ કરવામાં આવશે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે જે જગ્યા પર મૃતદેહને દાટવામાં આવ્યો હતો તે જગ્યા પર ખોદકામ પણ કર્યુ હતુ.
પ્રેમ પ્રકરણમાં બની હતી હત્યાની ઘટના
આ ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીના પરિજનોને વારંવાર મૃતકનો આભાસ થવા લાગ્યો હતો અને આ ડરમાંથી બહાર આવવા માટે પરિવારે તાંત્રિક વિધીનો સહારો લીધો હતો અને તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક પીઆઈને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે કામગીરી કરવામાં આવી હતી, પ્રેમિકાની હત્યા કરવામાં આવી હતી અને આરોપીનું પણ મોત થયું હોવાની વાત સામે આવી છે. અમદાવાદના વટવામાં કુતુબનગરમાં આ કામગીરી કરવામાં આવી હતી.
Ahmedabad : FSLમાં મોકલાયા અવશેષો
ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વટવાના કુતુબનગરમાં પહોંચી હતી અને જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં ખોદકામ કરીને અવશેષો બહાર કાઢયા હતા. તો FSLની મદદ લેવામાં આવી છે અને એફએસેલ રીપોર્ટ આપશે તેના આધારે કામગીરી પણ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ આ કેસ સાથે સંકળાયેલા સહ-આરોપીઓ અને સંભવિત પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરાઈ રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Crime Branch : વર્ષ 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો! આરોપીએ હત્યા કરી મૃતદેહને દાટી દીધો હતો


