Ahmedabad Heatwave: અમદાવાદીઓ સાવધાન! આગામી 7 દિવસ સુધી સૂરજદાદા વરસાવશે કોપ, હવામાન વિભાગનું 'યેલો એલર્ટ'
- Ahmedabad Heatwave: અમદાવાદમાં આકાશમાંથી વરસી રહી છે આગ
- હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે જાહેર કર્યું 'યેલો એલર્ટ'
- 17 વિસ્તારો હોટસ્પોટ જાહેર
- 7 શહેરોમાં તાપમાન 40 ને પાર
- અમદાવાદમાં પારો 43 ડિગ્રીએ પહોંચવાની આગાહી
- અમદાવાદમાં હજુ વધશે આકરી ગરમી
Ahmedabad Heatwave: અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ (Summer Heat) વધતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે (Weather Department) આગામી 7 દિવસ માટે શહેરમાં યેલો એલર્ટ (Yellow Alert) જાહેર કરીને લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. હાલમાં અમદાવાદનું તાપમાન (Temperature) 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી (Forecast)
રાજ્યના અન્ય શહેરોમાં પણ કાળઝાળ ગરમી (Scorching Heat) અનુભવાઈ રહી છે. ગુજરાતના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ચૂક્યું છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 3 દિવસમાં ગરમીનું જોર હજુ વધશે અને પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા (Possibility) છે. ગરમ પવનોને કારણે લૂ (Heat Wave) લાગવાના કિસ્સાઓમાં પણ વધારો થઈ શકે છે.
આ પણ વાંટો-----Valsad: ઉમરગામ મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે કરી આત્મહત્યા, ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
અમદાવાદના 17 વિસ્તારો 'હોટસ્પોટ' જાહેર (Hotspot Zones)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રએ ગરમીની તીવ્રતાને જોતા શહેરના 17 વિસ્તારોને હોટસ્પોટ (Hotspot) તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેતું હોવાથી ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને (Citizens) બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરી છે.
આ પણ વાંચો---- Ahmedabad Police: અમદાવાદમાં પોલીસની 'હદ' વટાવતી ઉદાસીનતા, સીમાડાની લડાઈમાં પીડિતે ખાધા ધક્કા ઉપર ધક્કા!


