ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઘરફોડ ચોરીના 11 જેટલા ગુના આચરેલા આરોપીની અમદાવાદ ઝોન-1 LCBએ કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં પોલીસ દ્વારા વિસ્તાર પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાંન્ચણી રચના કરવામાં આવી છે. જેનાથી અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી બની રહે. પરંતુ તેમાં છતાં ચોરી અને લૂંટની ઘટના બનતી આવે...
10:29 PM Jun 24, 2023 IST | Hardik Shah
અમદાવાદ શહેરમાં ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં પોલીસ દ્વારા વિસ્તાર પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાંન્ચણી રચના કરવામાં આવી છે. જેનાથી અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી બની રહે. પરંતુ તેમાં છતાં ચોરી અને લૂંટની ઘટના બનતી આવે...

અમદાવાદ શહેરમાં ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં પોલીસ દ્વારા વિસ્તાર પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાંન્ચણી રચના કરવામાં આવી છે. જેનાથી અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી બની રહે. પરંતુ તેમાં છતાં ચોરી અને લૂંટની ઘટના બનતી આવે છે.

શહેરના ગુજરાત યુનિવર્સીટી વિસ્તારમાં 10 દિવસ પહેલા ઘરફોડ ચોરીની ઘટના બની હતી. ગુજરાત યુનિવર્સીટી વિસ્તરામાં આવેલા રાવપુરા સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની ઓળખ ના થાય તે માટે મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. બંધ મકાનમાં 2 વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા ચાંદીના વાસણની ચોરી કરી હતી. જે ચોરી બાદ ઘરમાં રહેલા અન્ય મોંઘા વાસણોની પણ ચોરી કરવામાં આવી હતી. અને આ ચોરીની ઘટનામાં ઘરમાં પ્રવેશ વખતે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ચુકી હતી. જેની આધારે પોલીસે તપાસની શરૂઆત કરી હતી.

ઘરફોડ ચોરીના ગુનાનાંને અટકાવવા માટે પોલીસે સતત રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી હોય છે. પરંતુ આ ચોરી બાદ ઝોન-1 LCB દ્વારા ચોરને પકડવા માટે 10 દિવસ સુધી ખાનગી વાહનોમાં યુનિવર્સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને 10 દિવસ બાદ પોલીસ દ્વારા 2 આરોપી ધર્મેશ ઉર્ફે જુગો અને વિજય દંતાણીની મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ધર્મેશ સામે અગાઉ મણિનગર અને નારાણપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે. જયારે વિજય દંતાણી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં ઘાટલોડિયા, આનંદનગર, નવરંગપુરા, પાલડી, વાડજ, સાબરમતી, વાસણા અને નારણપુરા પોલીસ મથકોમાં ગુના નોંધાઈ ચુક્યા છે.

ચોરી કરવામાં આવેલી વસ્તુઓ
સિલ્વર ધાતુની કુલ 6 થાળી અને 6 વાટકી સાથે 4 નંગ વાટકા, 10 નંગ ચમચી તથા સિલ્વર ધાતુનો મુખવાસનો ડબ્બો અને સિલ્વર ધાતુના નાના મોટા ગ્લાસ મળીને કુલ 3 નંગ મળીને કુલ 4 લાખ 3 હજારનો મુદ્દા માલા કબજો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - વાડીલાલ આઈસક્રીમ દ્વારા ‘’દિલ બોલે વાહ વાહ વાહ’’ કેમ્પેનની આકર્ષક સંગીતની સફળતા માટે કરાઈ ખાસ ઉજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચીયા

Tags :
11 crimes of burglaryaccusedAhmedabad Zone-1LCBLCB arrested
Next Article