ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરી અમદાવાદીઓ દર વર્ષે અંદાજે 40 કરોડ દંડ ભરે છે

હેલ્મેટ-સીટ બેલ્ટ વગરનાને આજથી પોલીસે પકડવાનું શરૂ કર્યું છે. ટ્રાફિકના આ બે નિયમનો ભંગ કરી અમદાવાદીઓ આમ તો વર્ષે 40 કરોડ દંડ ભરે છે. ત્યારે રવિવારથી 15 માર્ચ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવમાં પોલીસ કેટલો દંડ વસુલશે તે જોવાનું રહેશે. સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂરી હોવા છતા સંખ્યાબંધ લોકો હજુ પણ તેને અવગણી રહ્યા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે રાજ્યમાં વà
07:26 AM Mar 06, 2022 IST | Vipul Pandya
હેલ્મેટ-સીટ બેલ્ટ વગરનાને આજથી પોલીસે પકડવાનું શરૂ કર્યું છે. ટ્રાફિકના આ બે નિયમનો ભંગ કરી અમદાવાદીઓ આમ તો વર્ષે 40 કરોડ દંડ ભરે છે. ત્યારે રવિવારથી 15 માર્ચ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવમાં પોલીસ કેટલો દંડ વસુલશે તે જોવાનું રહેશે. સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂરી હોવા છતા સંખ્યાબંધ લોકો હજુ પણ તેને અવગણી રહ્યા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે રાજ્યમાં વà
હેલ્મેટ-સીટ બેલ્ટ વગરનાને આજથી પોલીસે પકડવાનું શરૂ કર્યું છે. ટ્રાફિકના આ બે નિયમનો ભંગ કરી અમદાવાદીઓ આમ તો વર્ષે 40 કરોડ દંડ ભરે છે. ત્યારે રવિવારથી 15 માર્ચ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવમાં પોલીસ કેટલો દંડ વસુલશે તે જોવાનું રહેશે. 
સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂરી હોવા છતા સંખ્યાબંધ લોકો હજુ પણ તેને અવગણી રહ્યા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે રાજ્યમાં વર્ષે સરેરાશ 4 હજાર લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. રાજ્યમાંથી માત્ર આ બે ગુના બદલ 65 કરોડ દંડ વસૂલાય છે. રોડ સેફ્ટી કાઉન્સિલની સમીક્ષા મુજબ હેલ્મેટ-સીટ બેલ્ટથી જીવલેણ અકસ્માત ટાળી શકાય છે. ટુ-વ્હીલર પર હેલ્મેટ નહીં પહેરીને અને કારમાં સીટ બેલ્ટ નહીં બાંધીને અમદાવાદીઓ દર વર્ષે 40 કરોડ દંડ ભરતા હોય છે. સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવવાના કારણે અને હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવવાના કારણે ગુજરાતમાં દર વર્ષે 4,000 લોકો મૃત્યુ પામતા હોવાનું પોલીસનું કહેવું છે. જેથી વાહન ચાલકો સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરતા થાય તે માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 6થી 15 માર્ચ સુધી ટ્રાફિક પોલીસ ખાસ ડ્રાઈવ યોજશે.
તાજેતરમાં મળેલી રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં અકસ્માતોની સમીક્ષા થઇ હતી. જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા વગર ફરતા વાહનચાલકોના કારણે સૌથી વધારે અકસ્માત થયા હોવાનું આંકડાઓ પરથી ફલિત થયુ હતુ. જેની ગંભીરતાથી નોંધ લઈને ગુજરાત સ્ટેટ ટ્રાફિક પોલીસના મહાનિરીક્ષક પીયૂષ પટેલે તા.6 માર્ચ થી 15 માર્ચ સુધી 10 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર ફરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવા માટે ખાસ ડ્રાઈવ રાખી છે. ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન બદલ અમદાવાદ ટ્રાફિક પોલીસ રોજનો રૂ.10 લાખનો દંડ વસૂલ કરે છે. જેમાંથી 6 લાખ દંડ તો સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેર્યા વગર ફરતા વાહનચાલકો જ ભરી રહ્યા છે. આમ અમદાવાદ ટ્રાફિક પોલીસની આવકનો 60 થી 70 ટકા હિસ્સો સીટ બેલ્ટ, હેલ્મેટની આવકનો છે. ત્યારે હવે આ ડ્રાઈવ માં પોલીસ કેટલો દંડ વસુલે છે અને લોકો નિયમો પાળવામાં કેટલા ઊંડા ઉતરે છે તે જોવાનું રહેશે.
Tags :
AhmedabadGujaratGujaratFirstHelmetSeatBelttrafficrules
Next Article