ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ, તપાસનો ધમધમાટ

Ahmedabad Subhash Bridge: સુભાષબ્રિજ પર તિરાડ અને ભાગ બેસી જવાની ઘટના બાદ AMC દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરાની જીઓ ડાયનેમિક્સ કંપનીએ ઇન્ટીગ્રિટી ટેસ્ટ શરૂ કર્યા છે. SVNIT સુરત, IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમો ટેસ્ટિંગ માટે આવશે. 15 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રહેશે. રિપોર્ટના આધારે AMC કમિશનર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગ રાજ્ય સરકાર સાથે મળીને અંતિમ નિર્ણય લેશે.
02:49 PM Dec 08, 2025 IST | Mahesh OD
Ahmedabad Subhash Bridge: સુભાષબ્રિજ પર તિરાડ અને ભાગ બેસી જવાની ઘટના બાદ AMC દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરાની જીઓ ડાયનેમિક્સ કંપનીએ ઇન્ટીગ્રિટી ટેસ્ટ શરૂ કર્યા છે. SVNIT સુરત, IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમો ટેસ્ટિંગ માટે આવશે. 15 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રહેશે. રિપોર્ટના આધારે AMC કમિશનર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગ રાજ્ય સરકાર સાથે મળીને અંતિમ નિર્ણય લેશે.

Ahmedabad Subhash Bridge: અમદાવાદના સુભાષબ્રિજ (Subhash Bridge) પર તાજેતરમાં તિરાડ પડવાની અને સ્પાનનો ભાગ બેસી જવાની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રિજની સલામતી  ચકાસવા માટે બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓ દ્વારા સઘન ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે સુભાષબ્રિજ હજી એક અઠવાડિયા સુધી એટલે કે 15 ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.

Ahmedabad: 4 એજન્સી કરશે ટેસ્ટિંગ

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ-અલગ 4 પ્રતિષ્ઠિત એજન્સીઓ અને કન્સલ્ટન્ટ્સ પાસે આખા સુભાષબ્રિજનું ટેસ્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે. આજે 8 ડિસેમ્બરના રોજ, વડોદરા સ્થિત જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષબ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. આ કંપની બ્રિજના તમામ પિલ્લર અને સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરી રહી છે, જેથી તેની મજબૂતી અને સ્થિરતાની ચકાસણી થઈ શકે. તપાસના તમામ પાસાઓ પર રિપોર્ટ બે દિવસ બાદ AMCને સુપરત કરવામાં આવશે.

રાજ્ય સરકાર લેશે નિર્ણય

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાથી બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો અનુસાર, સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. તમામ એજન્સીઓના સૂચનો અને રિપોર્ટના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર પાસે સુભાષબ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવશે. સુભાષબ્રિજની આ ઘટનાને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ગંભીરતાથી લઈ રહ્યા છે, અને આ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા અંતિમ અને મહત્વનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ  Vadodara: અંકોડિયા ગામે આવાલા ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

Tags :
#InfrastructureFailureAhmedabad Subhash BridgeGujaratGujarat First
Next Article