અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના
- અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના
- ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશની ઘટના
- ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના
- એરઈન્ડિયાનું પેસેન્જર પ્લેન હોવાની આશંકા
- મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ
- દૂર દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટેગોટા
- પ્લેન ક્રેશ થતા ભારે નાસ ભાગ સર્જાઈ
Ahmedabad Plane crash : અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદના ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ હાલમાં ઘટનાસ્થળે જવા રવાના થઇ ગઇ છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ
અમદાવાદમાં ગુરુવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. જણાવી દઇએ કે, એર ઈન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ટેકઓફ કર્યા બાદ મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું, જે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, આ વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, અને ઘટના બાદ મેઘાણીનગર નજીક ગાઢ ધુમાડો દેખાયો હતો. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ સહિત ઈમરજન્સી રેસ્પોન્સ ટીમો ઝડપથી ઘટનાસ્થળે પહોંચી, જ્યાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીનો ભોગ બન્યું હોવાની આશંકા છે.
Ahmedabad માં ભડભડ કરીને તૂટી પડ્યું વિમાન । Gujarat First https://t.co/EDRtZ6rzhO
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જ્યા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ પ્લેનમાં 242 જેટલા પેસેન્જર હોવાની આશંકા છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. પ્લેન ક્રેશ થતા ભારે નાસ ભાગ સર્જાઇ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આ પ્લેન Air India નું બોઈંગ ડ્રીમલાઇનર 787 છે. કહેવાય છે કે, આ વિમાન 300 મુસાફરોની કેપેસિટી ધરાવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ પ્લેન લંડન જઇ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 1998માં દશેરાના દિવસે પ્લેનક્રેશની ઘટના બની હતી.
આ પણ વાંચો : Amreli Plane Crash Today : અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ, પાઇલટનું મોત