શું Akasha Airlines હજયાત્રીઓ પાસે ઉઘરાણા કરે છે? પૂર્વ કોર્પોરેટરે CM ને કરી રજૂઆત
- Akasha Airlines પર ઉઘરાણાનો ગંભીર આક્ષેપ
- અકાશા એરલાઈન્સ દ્વારા વધારાનો ચાર્જ લેવાનો આક્ષેપ
- અમદાવાદ પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે કરી રજૂઆત
Allegations Against Akasha Airlines: ચાલુ વર્ષે ગુજરાતમાંથી કુલ 8,904 નાગરિકો હજયાત્રા (Pilgrimage) પર જઈ રહ્યા છે, પરંતુ આ મુસાફરી શરૂ થાય તે પહેલાં જ અકાશા એરલાઈન્સ (Akasha Airlines) સામે ગંભીર આક્ષેપો થતા વિવાદ સર્જાયો છે. અમદાવાદ પૂર્વના કોર્પોરેટર ઈકબાલ શેખે (Iqbal Sheikh) આ મામલે કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અરજી કરી છે. રજૂઆત કરતા જણાવ્યું છે કે એરલાઈન્સ દ્વારા નક્કી કરેલા દર કરતા વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ફ્યુલ ચાર્જ (Fuel Charge) પેટે મુસાફરો પાસેથી વધારાના 10,000 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન હોવાનું માનવામાં આવે છે.
Akasha Airlines સામે શરત ભંગનો આરોપ
આ વિવાદ માત્ર નાણાકીય વસૂલાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ એરલાઈન્સ પર ટેન્ડરની મૂળભૂત શરતોના ભંગનો પણ આરોપ છે. આક્ષેપ અનુસાર ટેન્ડર પ્રક્રિયા (Tendering Process) વખતે ટિકિટના દર અને સામાનના વજન અંગે જે સહમતી સધાઈ હતી, તેમાં એરલાઈન્સ દ્વારા મનસ્વી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. શરતો મુજબ યાત્રીઓને 40 કિલો વજન લઈ જવાની છૂટ હોવી જોઈએ, પરંતુ એરલાઈન્સ દ્વારા માત્ર 35 કિલો વજનની પરમિશન આપવામાં આવી રહી છે. આ પાંચ કિલોનો કાપ હજયાત્રીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.
કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ઈકબાલ શેખે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. માંગ કરવામાં આવી છે કે એરલાઈન્સ કંપની દ્વારા કરવામાં આવતા વધારાના ઉઘરાણા બંધ કરાવવામાં આવે. હજયાત્રીઓની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે સરકાર કડક પગલાં ભરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: નારણપુરામાં AMTS બસની બ્રેક ફેઈલ, 3 વાહનોને લીધા અડફેટે, બાઈકચાલક ઈજાગ્રસ્ત


