સોલામાં 12 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર આરોપી અહીંથી ઝડપાયો
અમદાવાદના સોલા વિસ્તારમાં ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનામાં ગણતરીની મિનિટોમાં લૂંટારાની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના લઈને નીકળેલા બે સેલ્સમેનને આંતરીને બાઈક સવાર બે શખ્સોએ લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે ફરિયાદી લૂંટારાઓ રફુચક્કર થાય તે પહેલા જ એલિસબ્રિજ વિસ્તારમાંથી પોલીસે ઝડપી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. સોલા પ
12:46 PM Sep 20, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદના સોલા વિસ્તારમાં ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનામાં ગણતરીની મિનિટોમાં લૂંટારાની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના લઈને નીકળેલા બે સેલ્સમેનને આંતરીને બાઈક સવાર બે શખ્સોએ લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે ફરિયાદી લૂંટારાઓ રફુચક્કર થાય તે પહેલા જ એલિસબ્રિજ વિસ્તારમાંથી પોલીસે ઝડપી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
સોલા પોલીસે લૂંટના ગુનામાં સંદીપ ગારંગે નામના શખ્સની ધરપકડ કરી છે. અમદાવાદના છારાનગર વિસ્તારનો રહેવાસી આ યુવક સોલા વિસ્તારમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ રહ્યો હતો, તે સમયે જ તેની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. સીજી રોડ ઉપર આવેલા વિશ્વા ગોલ્ડ નામની સોના ચાંદીના દાગીનાના શોરૂમમાંથી દાગીના લઈને સોલા વિસ્તારમાં વંદેમાતરમ નજીક અન્ય વેપારીને દાગીના બતાવવા માટે કલ્પેશ કંસારા અને વિમલ પટેલ નામના કર્મીઓ નીકળ્યા હતા. જ્યાં ચાંદલોડિયા વિસ્તારમાં તેઓ ગલ્લા ઉપર ઉભા રહ્યા તે સમયે જ બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો.
પાન પાર્લર ઉપર ઉભેલા સેલ્સમેનને ધક્કો મારી નીચે પાડીને બે બાઈક સવારો 12 લાખ 33 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયા હતા, જોકે ફરિયાદીએ તરત જ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા પોલીસે અલગ અલગ જગ્યા ઉપર નાકાબંધી ગોઠવી હતી અને એલિસબ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ જણાતા બાઈક ચાલકને રોકીને તપાસ કરતા તેણે જ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સંદીપ ગારંગે નામના એક આરોપીની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીને સોલા પોલીસને સોંપ્યા છે.
લૂંટની ઘટનામાં પકડાયેલા આરોપીની સાથે વિજય છારા નામનો એક આરોપી સામેલ હોય તેને પકડી પાડવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. મહત્વનું છે કે આ ગુનામાં પકડાયેલો આરોપી સંદીપ ગારંગે અગાઉ પણ નવરંગપુરામાં લૂંટ જેવા ગંભીર ગુનામાં સામેલ હોય આરોપીનો ગુનાહિત ઇતિહાસ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
Next Article