ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AIBE Exam: ફરી એકવાર દેશના ભાવિ સાથે રમત રમાઈ! AIBE દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ

AIBE Exam: ઓલ ઇંડિયા બાર એક્ઝામિનેશન(AIBE) દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર ફૂટ્યું હોવાની આશંકા જોવા મળી રહીં છે.
11:22 AM Dec 23, 2024 IST | VIMAL PRAJAPATI
AIBE Exam: ઓલ ઇંડિયા બાર એક્ઝામિનેશન(AIBE) દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર ફૂટ્યું હોવાની આશંકા જોવા મળી રહીં છે.
All India Bar Examination
  1. AIBE દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર ફૂટ્યું!
  2. અમદાવાદ અને સુરતમાં કેન્દ્ર ફાળવીને લેવાઈ હતી પરીક્ષા
  3. વકીલાતની સનદના પેપરની આન્સર કી સોશિયલ મીડિયામાં વાયરલ

AIBE Exam: ઓલ ઇંડિયા બાર એક્ઝામિનેશન(AIBE) દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર ફૂટ્યું હોવાની આશંકા જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, અમદાવાદ અને સુરતમાં કેન્દ્ર ફાળવીને લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. કાલે એટલે કે, 22 ડિસેમ્બરે સવારે સવારે 10 થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ પરીક્ષાના સમય દરમિયાન જ આન્સર કી વોટ્સ એપ પર ફરતી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો: Gujarat: નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની કરી હતી લાખો રૂપિયાની ઠગાઈ, પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજમાં હતું પરીક્ષાનું કેન્દ્ર

પરીક્ષાનો સમય 10થી 2 વાગ્યોનો હતો તે પછી આન્સર કી કેવી રીતે વાયરલ થઈ? વિગતો એવી મળી છે કે, 10:30 થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર કીના સ્ક્રીનશોટ સોશિલય મીડિયામાં ફરતા થઈ ગયાં હતાં. હવે પેપર ક્યાંથી ફૂટ્યું તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં છે. અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું. પરંતુ કોણ પેપર ફોડ્યુ તે અંગે અત્યારે અનેક સવાલ થઈ રહ્યાં છે. અત્યારે પરીક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યો છે કે, શું પરીક્ષાને રદ કરવામાં આવશે કે નહીં?

આ પણ વાંચો: Panchmahal: ગોધરા-અમદાવાદ હાઇવે પર આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ પહેલા 2023માં પણ પેપર ફૂટ્યું હતું અને આ વખતે પણ...

નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2023માં યોજાયેલી પરીક્ષામાં રાજકોટમાં ચોરી થયાનું સામે આવ્યું હતું. જેથી આ પરીક્ષા ફરી લેવાનો વિચાર કરવામાં આવ્યો હતો. જેથી તે પરીક્ષા રદ્દ કરી ગઈકાલે 22 ડિસેમ્બર 2024 ના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું હતું જેમાં રાજકોટ કેન્દ્ર નહોતું ફાળવાયું, પરંતુ આ વર્ષે પણ લેવાયેલી સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, આમાં કેવા પગલા લેવામાં આવે છે? વારંવાર આવી રીતે પેપર ફૂટવા એ ખુબ જ ચિંતાનો વિષય છે. આ મામલે કોઈ કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: Gujarat: રેઈનકોટ પહેરવો કે સ્વેટર? વાતાવરણમાં પલટાની સાથે માવઠાની આગાહી થતા લોકો મૂંઝવણમાં

Tags :
AIBE ExamAll India Bar ExaminationAnswer KeyGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newslawyer certificate paperPaper LeakedTop Gujarati News
Next Article