Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

All India Chemists Strike: 20મીએ દેશભરમાં મેડિકલ સ્ટોર્સના શટરડાઉન, ઓનલાઇન ફાર્મસી સામે બંધનું એલાન!

દવાઓના ઓનલાઇન વેચાણના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી 20મી તારીખે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ્સ જોડાશે, જેના કારણે મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના ઓનલાઇન વેચાણ પર રોક લગાવવા અને કડક નિયમો બનાવવાની માંગ સાથે આ નિર્ણય લેવાયો છે.
all india chemists strike  20મીએ દેશભરમાં મેડિકલ સ્ટોર્સના શટરડાઉન  ઓનલાઇન ફાર્મસી સામે બંધનું એલાન
Advertisement
  • All India Chemists Strike: ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ
  • ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને આપ્યું દેશવ્યાપી બંધનું એલાન
  • આગામી 20મી તારીખે 12 લાખથી વધુ કેમિસ્ટ બંધમાં જોડાશે
  • નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના ઓનલાઇન વેચાણ પર રોક લગાવવાની માગ
  • સરકાર રજૂઆત ન સાંભળતી હોવાના આક્ષેપ સાથે આંદોલનનો માર્ગ

All India Chemists Strike: ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને (AICDF) દવાઓના ઓનલાઇન વેચાણ સામે મોટું એલાન કર્યું છે. સંગઠને આગામી 20મી તારીખે દેશવ્યાપી બંધ (Nationwide Strike) રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ હડતાળમાં દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ્સ જોડાશે અને પોતાના રિટેલ મેડિકલ સ્ટોર્સ (Retail Stores) બંધ રાખશે. ઓનલાઇન માધ્યમથી થતું દવાનું વેચાણ પરંપરાગત કેમિસ્ટ્સના વેપારને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ બંધના કારણે દેશભરના દર્દીઓને દવાઓ (Medicines) મેળવવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

All India Chemists Strike_GUJARAT 01

Advertisement

નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના વેચાણનો વિરોધ

એસોસિએશનના અગ્રણી જસુ પટેલે ઓનલાઇન માધ્યમો પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર કોડિંગ સિરપ (Cough Syrup), આલ્ફાજોલમ અને ટ્રામાડોલ જેવી નશાકારક દવાઓ આસાનીથી મળી જાય છે. યુવાધન નશાકારક દવાઓ (Narcotic Drugs) તરફ વળે તે માટે ઓનલાઇન વેચાણ જવાબદાર બની રહ્યું છે. નશા માટે ઉપયોગમાં લેવાતી નાઈટ્રાજેપમ અને ડાયાજેપામ જેવી દવાઓ પર કોઈ કંટ્રોલ (Control) નથી. ડુપ્લિકેટ દવાઓના વેચાણને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો----- Ahmedabad RTO માં ટેકનિકલ ખામી, ટુ-વ્હીલર Driving Test ની કામગીરી સંપૂર્ણ ઠપ્પ

સરકારની ઉદાસીનતા સામે કેમિસ્ટ્સમાં રોષ

કેન્દ્ર સરકારને અગાઉ આ વિષય પર અનેકવાર લેખિત રજૂઆત (Representation) કરવામાં આવી છે. સરકાર કેમિસ્ટ્સના પ્રશ્નો અને માંગણીઓ પર ધ્યાન આપતી નથી. જસુ પટેલે જણાવ્યું છે કે સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આ આકરું પગલું ભર્યું છે. ઓનલાઇન ફાર્મસી (Online Pharmacy) ના નિયમો અત્યંત શિથિલ હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી રહી છે. સરકાર પાસે ઓનલાઇન વેચાણમાં કડક નિયમો (Strict Rules) લાગુ કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે.

All India Chemists Strike_GUJARAT

યુવાધનને બચાવવા કાયદા કડક કરવાની માંગ

નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા માટે કાયદાકીય માળખું (Legal Framework) મજબૂત કરવું અનિવાર્ય છે. ક્લોનોઝીપ્રમ અને મે ટી પી જેવી દવાઓ હવે ડિજિટલ માધ્યમોથી ઘર સુધી પહોંચી રહી છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં યુવા પેઢી માટે જોખમી સાબિત થઈ શકે છે. કેમિસ્ટ્સ એસોસિએશન ડુપ્લિકેટ દવાઓ (Fake Medicines) પર પૂર્ણપણે પ્રતિબંધની માંગ કરી રહ્યું છે. જો સરકાર હજુ પણ ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો----- NDMA Mobile Alert Message : મોબાઈલમાં એલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં, NDMA દ્વારા રાજ્યવ્યાપી ટેસ્ટિંગ શરૂ


Tags :
Advertisement

.

×