Summer in Gujarat : AMA ની ગાઇડલાઇન, બહાર જતાં કેપ-ગોગલ્સ પહેરવાં, પૂરતું પ્રવાહી લેવું
- ગરમીની સીઝન શરૂ થતાં જ AMA દ્વારા ગાઈડલાઇન્સ અપાઈ (Summer in Gujarat)
- ગરમી તમામ વર્ષોનો રેકોર્ડ તોડશે એવી શંકા વ્યક્ત કરાઈ
- ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે હીટ સ્ટ્રોક લાગે: AMA
- વૃદ્ધો અને બાળકોએ 12થી 5ના ગાળામાં બહાર જવાનું ટાળવું: AMA
Summer in Gujarat : રાજ્યમાં ગરમીની ઋતુ તેનાં શરૂઆતી તબક્કામાં છે. પરંતુ, અત્યારથી જ ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે. મોટા ભાગનાં જિલ્લામાં બપોરનાં સમયે પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) તરફથી મહત્ત્વની ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. AMA નું માનવું છે કે આ વર્ષે ગરમી છેલ્લા તમામ વર્ષોનો રેકોર્ડ તોડે તેવી પ્રબળ સંભાવના છે. જે રેડ એલર્ટ (Red Alert) એપ્રિલમાં આવતું હોય છે તે આ વખતે માર્ચમાં જ આપવામાં આવ્યું છે તે પણ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો - Visavadar by-Election : BJP ના ઉમેદવારની રેસમાં આ બે નામ સૌથી આગળ!
વૃદ્ધો અને બાળકોએ બપોરે 12 થી 5 દરમિયાન બહાર જવાનું ટાળવું!
ગરમીની ઋતુમાં (Summer in Gujarat) લોકોએ વધુ કાળજી રાખવી તેવું સૂચન કરાયું છે. AMA દ્વારા જાહેર કરેલ ગાઈડલાઇન્સ મુજબ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે હીટ સ્ટ્રોક લાગી શકે છે જે જીવલેણ સાબિત થતો હોય છે. વૃદ્ધો અને નાના બાળકો 12 થી 5 નાં ટાઈમમાં બહાર જવાનું ટાળે તે મહત્ત્વનું છે, જેમને જવું જરૂરી હોય તેમને જ ઘરની બહાર જવું જોઈએ. શ્રમિક વર્ગે પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે, ઉઘાડા શરીરે કામ ન કરવું જોઈએ. સફેદ અને સુતરાઉ કપડા પહેરવાથી પણ ગરમીથી રાહત મળે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 12, 2025
લીંબુ પાણી, છાશ, નારિયેળ અને પાણી વિગેરે પ્રવાહી સમયાંતરે લેવા
AMA ની ગાઇડલાઇન મુજબ, શરીરમાં યોગ્ય પ્રમાણમાં પ્રવાહી જળવાય તે જરૂરી છે. લીંબુ પાણી, છાશ, નારિયેળ અને પાણી વિગેરે પ્રવાહી સમયાંતરે લેવા જોઈએ, જેથી પ્રવાહીનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે. આખી બાયનાં અને પૂરા કપડાં પણ પહેરવા જરૂરી છે, જેથી સીધી હીટથી શરીર બચી શકે. કેપ અથવા કપડાથી માથું ઢાંકવું પણ જરૂરી છે. સ્કીનના રોગો, પેટનાં રોગો, આંખનાં રોગો, માથાનાં રોગો વગેરે થઈ શકે છે. ગોગલ્સ પહેરવા, માથામાં કેપ પહેરવી, શુદ્ધ ખોરાક લેવો અને પૂરતું પ્રવાહી લેવું અત્યંત જરૂરી.
આ પણ વાંચો - South Gujarat : એક સાથે 4 જિલ્લામાં 'વીજળી ગુલ'! કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ!
શરીરનું તાપમાન 103 થી ઉપર જવા લાગે ત્યારે ડોક્ટરનો સંપર્ક જરૂરી
AMA ની ગાઇડલાઇન (AMA's Guideline) અનુસાર, શરીરમાં ગરમીનું પ્રમાણ વધે તો તાત્કાલિક રીતે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. શરીરનું તાપમાન મેન્ટેન ન થાય અને ગરમી સહન ન થાય શરીરનું તાપમાન 103 થી ઉપર જવા લાગે ત્યારે ડોક્ટરનો સંપર્ક જરૂરી છે. માથું દુખે, ચક્કર આવવા, સ્પીચ લથડાવા લાગે અને માણસ અનકોન્સિયસ થઈ જાય તે હીટ રોગનાં લક્ષણ હોય છે. હિટ સ્ટ્રોક (Hit stroke) વખતે વ્યક્તિને ખુલ્લી હવામાં લઈ જવી, પંખા, કૂલર, એસીમાં બેસાડવી, આઈસ પેક મૂકવા અને બેભાન થઈ જાય તો હોસ્પિટલમાં પહોંચાડી ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે.
ઘરમાં અંધારું કરી અને ડાયરેક્ટ હીટ ના આવે તેનો પ્રયત્ન કરવો : ડો. મુકેશ મહેશ્વરી
AMA નાં વાઇસ પ્રેસિડન્ટ ડો. મુકેશ મહેશ્વરી (Dr. Mukesh Maheshwari) એ જણાવ્યું કે, ઇનડાયરેક્ટ હિટ સ્ટ્રોક (Indirect hit stroke) ઘરમાં પણ થઈ શકે છે વૃદ્ધોની બોડી કેપેસિટી ઓછી હોય છે, તેથી ઘરમાં અંધારું કરી અને ડાયરેક્ટ હીટ ના આવે તેનો પ્રયત્ન કરવો જોઈએ અને ગરમીથી બચવા પ્રયત્ન કરવા જોઈએ.
આ પણ વાંચો - Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટરબોમ્બ! હવે SMC અને પો. કમિશનરને લખ્યો પત્ર