ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી અસર
અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે. ખેડૂતો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ઓગસ્ટ મહિનાનો વરસાદ ખરીફ પાક માટે અત્યંત ઉપયોગી ગણાય છે.
8 થી 15 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની સંભાવના
આગામી 8થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ રહી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ક્યાંક ભારે વરસાદી ઝાપટાં તો ક્યાંક વ્યાપક વરસાદ પડી શકે છે.
આસ્લેસા નક્ષત્રમાં મોટા પોરાનો વરસાદ
અંબાલાલ પટેલે આગાહીમાં જ્યોતિષીય પરિબળનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ હાલ આસ્લેસા નક્ષત્રનો સમય ચાલી રહ્યો હોવાથી મોટા પોરાનો વરસાદ પડવાની શક્યતા વધારે રહે છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં વધુ વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
17 ઓગસ્ટ પછી વરસાદ વધુ લાભદાયી
આગાહી મુજબ 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્રનો પ્રારંભ થશે. આ સમયગાળા દરમિયાન થતો વરસાદ ખેતી માટે વધુ સારો અને લાભદાયી ગણાશે. ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય ખરીફ પાકોને આ વરસાદથી ફાયદો થવાની શક્યતા છે.
ભાદરવા માસમાં પણ વરસાદી માહોલ રહી શકે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ભાદરવા માસ દરમિયાન પણ ખાસ કરીને સુદ પક્ષમાં વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. જેથી હવે ગુજરાતના લોકોને વધુ એક વરસાદના રાઉન્ડ સામે ઝઝૂમવા તૈયાર રહેવું પડી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી મેઘરાજા ભુક્કા કાઢશે! આગામી 7 દિવસ વરસાદી માહોલ, જાણો હવે ક્યાં પડશે ભારે વરસાદ?
આ પણ વાંચોઃ Surat Floods: 25 દિવસમાં ત્રીજી વખત કુંભારિયા ગામ જળમગ્ન, ખાડીપુરના પાણી ઘૂસતા સ્થાનિકોમાં રોષ