Ambalal Patel ની આગાહી: મતદાનના દિવસે 'આગ' ઓકશે સૂરજદાદા! જાણો શું છે લેટેસ્ટ અપડેટ!
- હવામાન નિષ્ણાત Ambalal Patel ની આગાહી
- મતદાનના દિવસે પડશે આગ ઝરતી ગરમી
- કાલે બપોરે 12થી 4 વાગ્યા સુધી આકરી ગરમી
- ફેરીયાઓ, કાર્યકર્તાઓને સાવચેતી રાખવા અપીલ
- ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 44 ડિગ્રી જઈ શકે
- મે મહિનામાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચી શકે
- 28અને 29 એપ્રિલ આસપાસ ઘટાડો થવાની શક્યતા
Ambalal Patel Heatwave Forecast: રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર મતદાનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ હવામાનમાં પણ મોટો પલટો આવવાની સંભાવના છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, મતદાનના દિવસે મતદારોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.
તાપમાન 44 ડિગ્રીને પાર જવાની શક્યતા
ઉત્તર ગુજરાત (North Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમીનું પ્રમાણ અત્યંત વધારે રહેશે. આ સમયગાળા દરમિયાન વડોદરા (Vadodara), નડિયાદ (Nadiad), આણંદ (Anand) અને કપડવંજ (Kapadvanj) જેવા મધ્ય ગુજરાત (Central Gujarat) ના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને તાપમાન 44 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી શક્યતા છે.
Ambalal Patel: મતદાનના દિવસે સુરજ ઓકશે અગનજ્વાળા, બપોરે 12 થી 4 વાગ્યા સુધી આકરી ગરમીની ચેતવણી! | Gujarat First
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
મતદાનના દિવસે પડશે આગ ઝરતી ગરમી
કાલે બપોરે 12થી 4 વાગ્યા સુધી આકરી ગરમી
ફેરીયાઓ કાર્યકર્તાઓને સાવચેતી રાખવા અપીલ
ઉત્તર ગુજરાતમાં… pic.twitter.com/PnAfqYjYwD— Gujarat First (@GujaratFirst) April 25, 2026
આટલી સાવચેતી જરૂરી
આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખાસ કરીને ચૂંટણી પ્રચારમાં જોડાયેલા કાર્યકર્તાઓ (party workers) ને અપીલ કરી છે કે તેઓ પોતાની સ્વાસ્થ્ય બાબતે વિશેષ સાવચેતી રાખે. સતત ગરમીમાં કામ કરવાથી લૂ લાગવાની કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે, તેથી પૂરતું પાણી પીવું અને તડકામાં રક્ષણ મેળવવું અત્યંત જરૂરી છે.
મે મહિનામાં 45 ડિગ્રીની આગાહી
જોકે, રાહતના સમાચાર પણ છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 28 અને 29 એપ્રિલની આસપાસ મહત્તમ ઉષ્ણતામાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. વધુમાં, 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆત સુધીમાં રાજ્યમાં 'પ્રિમોન્સૂન એક્ટિવિટી' (Pre-monsoon activity) સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. પરંતુ હાલના તબક્કે મે મહિનો નજીક આવતા જ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. મતદારોએ અતિશય ગરમીને ધ્યાનમાં રાખીને પોતાનું આયોજન કરવું હિતાવહ છે.
આ પણ વાંચો: Ambalal Patel Forecast: 149 વર્ષનો રેકોર્ડ તૂટશે: મે મહિનામાં 'કાળી આંધી' અને વાવાઝોડાનો ખતરો


