Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

AMC Budget 2026-27 :અમદાવાદની થશે કાયાપલ્ટ, ₹17,018 કરોડના ખર્ચે બદલાશે શહેરનો નકશો

અમદાવાદ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક એવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો – તે કેટલાક રાજ્યોના બજેટ કરતા પણ મોટો છે! નહેરુનગરથી ઈસ્કોન જતા લોકો માટે સૌથી મોટા સમાચાર છે. શું અમદાવાદ હવે ટ્રાફિક ફ્રી બનશે? અને કોમનવેલ્થ ગેમ્સ માટે શું તૈયારી છે? જાણો રૂપિયાનો વરસાદ ક્યાં થયો.
amc budget 2026 27  અમદાવાદની થશે કાયાપલ્ટ   ₹17 018 કરોડના ખર્ચે બદલાશે શહેરનો નકશો
Advertisement
  • અમદાવાદને રૂ.17,018 કરોડના બજેટની ભેટ! (AMC Budget 2026-27)
  • રાજ્યોના બજેટ કરતાં પણ મોટું AMCનું ડ્રાફ્ટ બજેટ
  • નહેરુનગરથી ઈસ્કોન સુધી રચાશે 'એલિવેટેડ કોરિડોર'
  • VS હોસ્પિટલના આધુનિકીકરણ માટે રૂ.212 કરોડ મંજૂર
  • ગત વર્ષ કરતાં બજેટમાં 21% નો જંગી વધારો

AMC Budget 2026-27 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ (Draft Budget) રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (Municipal Commissioner banchhanidhi pani) એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂ.17,018 કરોડનું જમ્બો બજેટ રજૂ કર્યું હતું, જે ગત વર્ષની સરખામણીમાં 21% જેટલું વધારે છે. નવાઈની વાત એ છે કે અમદાવાદનું આ બજેટ દેશના કેટલાક નાના રાજ્યોના વાર્ષિક બજેટ કરતાં પણ મોટું છે, જે શહેરના વિકાસની રફતાર દર્શાવે છે.

AMC Budget 2026-27 : કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર

અમદાવાદ શહેર હવે ઓલિમ્પિક કક્ષાના આયોજનો માટે સજ્જ થઈ રહ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 (Commonwealth Games 2030) ને ધ્યાનમાં રાખીને બજેટમાં રમતગમત ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી છે. શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Sports Complex) અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા કરવા માટે રૂ.211 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત યુવાનો માટે ૫ અત્યાધુનિક જીમ, 3 સ્વિમિંગ પુલ અને 35 નવા પ્લેગ્રાઉન્ડ તૈયાર કરવા માટે રૂ.100 કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે.

Advertisement

Advertisement

ટ્રાફિક સમસ્યાનો અંત: એલિવેટેડ કોરિડોર અને ફ્લાયઓવર

શહેરીજનોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક (Traffic Solution) ને હલ કરવા માટે બજેટમાં મસમોટી જોગવાઈ છે. નહેરુનગરથી શિવરંજની થઈને ઈસ્કોન બ્રિજ સુધી એક નવો 'એલિવેટેડ કોરિડોર' (Elevated Corridor) બનાવવામાં આવશે, જેના માટે રૂ.1000 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટથી પશ્ચિમ અમદાવાદનો ટ્રાફિક ઘણો હળવો થશે. આ ઉપરાંત 'ફાટકમુક્ત અભિયાન' અંતર્ગત ગેરતપુર, વટવા, વિંઝોલ, પુનિતનગર, મણિનગર અને સરખેજ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવી તેને ફાટકમુક્ત કરવા માટે રૂ.775 કરોડની જોગવાઈ છે. મેમકો, કઠવાડા અને ચાંદલોડિયા ખાતે પણ નવા ફ્લાયઓવર (Flyover) બનશે.

 વીએસ હોસ્પિટલ અને આરોગ્ય સેવાઓ

શહેરની જીવાદોરી સમાન વીએસ હોસ્પિટલ (VS Hospital) માટે પણ બજેટમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટમાં મેયરએ સુધારો કરી કુલ રૂ.212.85 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. જેમાં ઈમરજન્સી સેવાઓ (Emergency Services) માટે રૂ.3 કરોડ, લેપોરોસ્કોપી-એન્ડોસ્કોપી મશીન માટે રૂ.30 લાખ અને આઈઆઈટીવી મશીન માટે રૂ.15 લાખ ફાળવ્યા છે. હાઈકોર્ટના ચુકાદા બાદ 200 બેડની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આમ, બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ અને સિટી બ્યુટીફિકેશન (City Beautification) જેવા 8 મુખ્ય સ્તંભો પર આધારિત આ બજેટ અમદાવાદને સ્માર્ટ અને ફ્યુચર-રેડી સિટી બનાવશે. જાહેર પરિવહનને 100% ઈલેક્ટ્રિક (Electric Public Transport) કરવાનું લક્ષ્ય પણ નિર્ધારિત કરાયું છે.

એમ.જે.લાઈબ્રેરીનું બજેટ પણ રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય બજેટની સાથે શહેરની શાન સમાન એમ.જે. લાઈબ્રેરી (M.J. Library) નું વર્ષ 2026-27 નું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે. મેયર પ્રતિભા જૈન (Mayor Pratibha Jain) દ્વારા ડ્રાફ્ટ બજેટમાં રૂ.1.35 કરોડના સુધારા-વધારા સૂચવવામાં આવ્યા છે, જેના થકી હવે લાઈબ્રેરીનું કુલ બજેટ રૂ.18.06 કરોડ પર પહોંચ્યું છે. પુસ્તક પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં લાઈબ્રેરીના ઓડિટોરિયમના નવીનીકરણ (Auditorium Renovation) માટે રૂ.50 લાખ અને હિંમતલાલ પાર્ક ખાતેના પુસ્તકાલય માટે રૂ.25 લાખની મહત્વપૂર્ણ જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, વાંચન પ્રવૃત્તિને વેગ આપવા 'વાંચશે ગુજરાત 2.0' અભિયાન અને પુસ્તકાલયની ઐતિહાસિક વિકાસ ગાથાને લોકો સુધી પહોંચાડવા માટે 5-5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat Weather: આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે? જાણો

Tags :
Advertisement

.

×