Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AMC Election 2026: અમદાવાદ મનપા મતદાનના આંકડા આવ્યા સામે, જાણો કયા વિસ્તારમાં કેટલું થયું મતદાન?

AMC Election 2026: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણી માટે રવિવારે યોજાયેલ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સમગ્ર અમદાવાદમાં સરેરાશ 45.35 ટકા મતદાન (Voting Percentage) નોંધાયું છે. શહેરના વિવિધ 48 વોર્ડમાં ક્યાંક ભારે ઉત્સાહ તો ક્યાંક મતદારોની નીરસતા જોવા મળી હતી.
amc election 2026  અમદાવાદ મનપા મતદાનના આંકડા આવ્યા સામે  જાણો કયા વિસ્તારમાં કેટલું થયું મતદાન
Advertisement
  • AMC Election 2026: અમદાવાદ મનપા મતદાનના આંકડા આવ્યા સામે
  • અમદાવાદ મહાનગર પાલિકામાં 45.35 ટકા થયું મતદાન
  • સૌથી વધુ ગોમતીપુરમાં સૌથી વધુ 63.39 ટકા મતદાન થયું
  • લઘુમતી સમાજના વર્ગ ધરાવતા મથકાઓ ભારે મતદાન

AMC Election 2026: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણી માટે રવિવારે યોજાયેલ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સમગ્ર અમદાવાદમાં સરેરાશ 45.35 ટકા મતદાન (Voting Percentage) નોંધાયું છે. શહેરના વિવિધ 48 વોર્ડમાં ક્યાંક ભારે ઉત્સાહ તો ક્યાંક મતદારોની નીરસતા જોવા મળી હતી. આ આંકડાઓ સાથે જ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે.

AMC Election 2026: ક્યાં સૌથી વધુ અને ક્યાં ઓછું મતદાન?

આ વખતે મતદાનના ટ્રેન્ડમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

Advertisement

સૌથી વધુ મતદાન: અમદાવાદમાં સૌથી વધુ મતદાન ગોમતીપુર વોર્ડમાં 63.39% નોંધાયું છે.

Advertisement

સૌથી ઓછું મતદાન: શહેરનો સૌથી ઓછો પ્રતિસાદ ઠક્કરબાપાનગર વોર્ડમાં જોવા મળ્યો છે, જ્યાં માત્ર 35.1% મતદાન થયું છે.

AMC Election Voting Percentage- Gujarat first3

લઘુમતી વિસ્તારોમાં બંપર મતદાન

આંકડાઓનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે લઘુમતી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો છે. ગોમતીપુર ઉપરાંત મકતમપુરા (60.81%), બહેરામપુરા (58.17%), દરિયાપુર (57.05%), ખાડિયા (55.88%) અને જમાલપુર (53.76%) માં સરેરાશ કરતા વધુ મતદાન થયું છે.

વોર્ડ વાઈઝ મતદાનની સ્થિતિ (એક નજરે):

AMC Election Voting Percentage- Gujarat first

પશ્ચિમ અમદાવાદમાં મધ્યમ પ્રતિસાદ

નવા અમદાવાદ તરીકે ઓળખાતા પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, જોધપુર, નવરંગપુરા અને બોડકદેવમાં મતદાનનો આંકડો 40 ટકાની આસપાસ રહ્યો છે. ઠક્કરબાપાનગર, નરોડા અને સરદારનગર જેવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી રહેતા રાજકીય પક્ષોના ગણિતો ગરબડાયા છે.

હવે તમામની નજર મતગણતરી (Counting) પર છે, જ્યાં નક્કી થશે કે અમદાવાદનો તાજ કોના શિરે જશે.

આ પણ વાંચો: Surendranagar ના જેપર ગામે એવું તે શું થયું કે ફરી મતદાન કરવાની નોબત આવી? જાણો કારણ

Tags :
Advertisement

.

×