Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: પૂર્વ કોર્પોરેટર પોલીસ જાપ્તામાં ફોર્મ ભરશે, નડિયાદથી અમદાવાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લવાશે

Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીમાં એક આશ્ચર્યજનક અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર (congress Former Councilor) તસ્લીમ તિરમીજી (Taslim Tirmizi) જમીન કેસમાં જેલમાં હોવા છતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. બોગસ ખેડૂત કેસમાં ખેડા LCB દ્વારા ધરપકડ બાદ કોર્ટે તેમને બહેરામપુરા બેઠક માટે ફોર્મ ભરવાની મંજૂરી આપી છે.
ahmedabad  પૂર્વ કોર્પોરેટર પોલીસ જાપ્તામાં ફોર્મ ભરશે  નડિયાદથી અમદાવાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લવાશે
Advertisement
  • અમદાવાદ (Ahmedabad)  માં પૂર્વ કોર્પોરેટર પોલીસ જાપ્તામાં ફોર્મ ભરશે
  • તસ્લીમ તિરમીજી (Taslim Tirmizi) ની જમીન કેસમાં ધરપકડ કરવામાં આવી
  • બોગસ ખેડૂત બનવાના મામલે ખેડા LCBની કાર્યવાહી
  • 26 વર્ષ જૂના બોગસ પેઢીનામાનો મામલો ગરમાયો
  • હાલ રિમાન્ડ હેઠળ રહેલા તસ્લીમ ફોર્મ ભરશે
  • કોર્ટે પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા મંજૂરી આપી

Ahmedabad  Former Councilor Taslim Tirmizi : અમદાવાદ (Ahmedabad)મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં બહેરામપુરા (Behrampura) વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસ (Congress) ના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજી (Taslim Tirmizi) જેમની હાલમાં ખેડા એલસીબી (Kheda LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેઓ આજે પોલીસ જાપ્તામાં ઉમેદવારી ફોર્મ ભરવા આવશે.

અમદાવાદ (Ahmedabad) માં પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજી પોલીસ જાપ્તામાં ભરશે ફોર્મ

તસ્લીમ તિરમીજી પર 26 વર્ષ જૂના એક કેસમાં ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે તેમણે ખોટા અને બોગસ પેઢીનામા (Bogus Pedhinama) તૈયાર કરી ખેડૂત ખાતેદાર બન્યા હતા. આ 'બોગસ ખેડૂત' (Bogus Farmer) બનવાના મામલે ખેડા એલસીબીએ કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી છે અને હાલ તેઓ રિમાન્ડ હેઠળ છે.

Advertisement

Ahmedabad-congress Former Councilor-Taslim Tirmizi-Gujarat first 2

Advertisement

કોર્ટએ આપી મંજૂરી

ચૂંટણી લડવા માટે તસ્લીમ તિરમીજીના વકીલોએ કોર્ટમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે મંજૂરી માંગી હતી. કોર્ટે આ વિનંતી ગ્રાહ્ય રાખીને પોલીસ જાપ્તા (Police Convoy) સાથે ફોર્મ ભરવાની મંજૂરી આપી છે. જેને પગલે આજે તેમને નડિયાદ (Nadiad) થી અમદાવાદ ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ લાવવામાં આવશે.

બહેરામપુરા બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી

તસ્લીમ તિરમીજી બહેરામપુરા વિસ્તારની કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર (Nomination Paper) નોંધાવશે. ચૂંટણીના ટાણે જ કાયદાકીય ગુંચમાં ફસાયેલા પૂર્વ કોર્પોરેટર માટે આ વખતનો જંગ ઘણો મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. જેલના સળિયા પાછળથી ચૂંટણી લડવા માટેની તેમની આ કાયદાકીય લડત રાજકીય વર્તુળોમાં પણ ભારે કુતૂહલ જગાડી રહી છે.

આ પણ વાંચો:  Surat: યાદી જાહેર થતા બબાલ! 'આયાતી' ઉમેદવારને ટિકિટ મળતા કાર્યકરો નારાજ, મધરાતે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા

Tags :
Advertisement

.

×