Ahmedabad : AMC ટેન્ડરના નામે છેતરપિંડી
AMC ના નામે ટેન્ડર અને સર્ટિફિકેટ અપાવવાના બહાને ચાંગોદરના વેપારી સાથે 18 લાખ રૂપિયાની ઠગાઈ આચરનાર મુખ્ય સૂત્રધાર રાહુલ શર્મા સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
Advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેન્ડર અને સર્ટિફિકેટના નામે ચાંગોદરના એક વેપારી સાથે 18 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. સર્ટિફિકેટ આપવાના બદલામાં વેપારી પાસેથી 9.60 લાખ રૂપિયા પડાવનાર આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાહુલ શર્મા તેમજ તેના સાગરિતો વિપુલ અને અમનને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા AMCમાં ટેન્ડર અપાવવાની લાલચ આપી મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

