Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, કાર્યકર્તાઓને એરપોર્ટ ન આવવા આપી સૂચના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) બે દિવસ વતનમાં
- ગ્રીન લોકસભા અંતર્ગત અમિતભાઈ શાહ કરશે બેઠક
- પેટ્રોલ અને ડીઝલનો વ્યય અટકાવવા કેન્દ્રીય ગૃહમંત્રીનો નિર્ણય
- અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને એરપોર્ટ આવવાની ના પાડી
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજથી પોતાના વતન ગુજરાત (Gujarat) ના બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યત્વે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અને પર્યાવરણલક્ષી અભિયાનોની સમીક્ષા કરશે. ગાંધીનગર લોકસભા બેઠકને હરિયાળી બનાવવા માટે ગ્રીન લોકસભા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વૃક્ષારોપણ અને જળ સંચયના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલનો વ્યય અટકાવવા Amit Shah નો નિર્ણય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજથી પોતાના વતન ગુજરાત (Gujarat) ના બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પર્યાવરણ બચાવવા અને ઈંધણની બચત કરવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેમને રીસીવ કરવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં વાહનો લઈને આવવાની જરૂર નથી. પેટ્રોલ અને ડીઝલનો ખોટો વ્યય અટકાવવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવેલી આ સૂચનાને પગલે એરપોર્ટ પર માત્ર ગણતરીના આગેવાનો જ પ્રોટોકોલ મુજબ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગાંધીનગરની મુલાકાતે
ગાંધીનગરના દશેલામાં મધુર ડેરીના અદ્યતન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
મધુર ડેરી દ્વારા નિર્મિત નવા પ્લાન્ટની દૈનિક 5 લાખ લીટર દૂધની ક્ષમતા
અદ્યતન પ્લાન્ટના કારણે પશુપાલકો અને સહકારી ક્ષેત્રને મળશે મોટો વેગ@AmitShah… pic.twitter.com/IDPUBq0eEJ— Gujarat First (@GujaratFirst) May 16, 2026
દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે જ તમામ બેઠકોનું આયોજન
ઈંધણની બચત થાય અને વાહનોના કાફલાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે અમિતભાઈ શાહે અલગ-અલગ સ્થળોએ જવાને બદલે એક જ સ્થળે તમામ બેઠકો યોજવાનું નક્કી કર્યું છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આ મહત્વની સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઈ શાહ આ એક જ કચેરી ખાતેથી જ તમામ વહીવટી અને સંગઠનાત્મક સમીક્ષાઓ પૂર્ણ કરશે.
અમિતભાઈ માત્ર 4 ગાડીના કાફલા સાથે પહોંચ્યા
અમિતભાઈ શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે પહોંચ્યા છે. બોડકદેવ દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય બેઠક શરૂ થઈ ગઈ છે. અમિતભાઈ શાહે ગાડીઓનો કાફલો ઘટાડયો છે જેથી તેઓ બેઠકમાં માત્ર 4 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા. ગાંધીનગર ગ્રીન લોકસભા અંતર્ગત વિવિધ કામોની સમીક્ષાની બેઠક શરૂ થઈ ગઈ છે.
Ahmedabad | Union Home Minister Amitbhai Shah એ કાર્યકર્તાઓને એરપોર્ટ આવવાની ના પાડી | Gujarat First
પેટ્રોલ અને ડીઝલનો વ્યય અટકાવવા કેન્દ્રીય ગૃહમંત્રીનો નિર્ણય
કાર્યકર્તાઓને એરપોર્ટ પર રીસીવ કરવા આવવા મનાઈ કરી
માત્ર ગણતરીના લોકો જ એરપોર્ટ પર ગયા
ઈંધણનો ખોટો વ્યય ન કરવા… pic.twitter.com/CMcmJzjORD— Gujarat First (@GujaratFirst) May 16, 2026
બીજી બેઠકમાં શું થઈ ચર્ચા?
અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક શરૂ થઈ છે. ગાંધીનગર સરખેજ હાઇવેના આધુનિકરણ અંતર્ગત આયોજિત આ બેઠકમાં ટ્રાફિક અને પાર્કિંગ બાબતની ચર્ચા થઈ હતી. આ સાથે એસ જી હાઇવે ડસ્ટ ફ્રી હાઈવે થાય તે દિશાની આગળની કામગીરી અને એસ જી હાઇવે કર્ણાવતી જંક્શનથી સરખેજ બ્રિજના કામની સમીક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક
અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ બીજી મહત્વની બેઠક
ગાંધીનગર-સરખેજ હાઈવેના આધુનિકરણ અંગે મહત્વની ચર્ચા
બેઠકમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પર મંથન
એસ.જી. હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવા પર ભાર મૂકાયો
કર્ણાવતી જંક્શનથી સરખેજ બ્રિજના… pic.twitter.com/fYOv7NY6aM— Gujarat First (@GujaratFirst) May 16, 2026
ચોમાસનું પાણી તળાવોની ભરાવવાની સ્થિતિ ક્ષમતા પર મૂકાયો ભાર
બેઠકમાં મુખ્ય ગ્રીન લોકસભા અંતર્ગત ચોમાસનું પાણી તળાવોની ભરાવવાની સ્થિતિ ક્ષમતા પર ભાર મુકાયો હતો.વૃક્ષારોપણ અંતર્ગત ગ્રીન લોકસભા સાથે તળાવોનું જીર્ણોધાર કરવામાં આવ્યું હતું. બેઠકમાં ડસ્ટ ફ્રી એસ જી હાઇવેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના આઈએએસ અધિકારીઓ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચીફ સેક્રેટરી વગેરે હાજરી આપી.
ગ્રીન લોકસભા અંતર્ગત તળાવોના નવીનીકરણ પર ભાર
ગાંધીનગર સંસદીય વિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટે હરિયાળી લોકસભા અંતર્ગત મોટા પાયે ઝુંબેશ ચાલી રહી છે. આ સમીક્ષા બેઠકમાં લોકસભા વિસ્તારમાં મોટા પાયે હાથ ધરાનારા વૃક્ષારોપણ કાર્યક્રમની પ્રગતિ ચકાસવામાં આવશે. આ સાથે જ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા સ્થાનિક તળાવોના નવીનીકરણ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવી શકાય અને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય.
અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ત્રીજી બેઠકનો પ્રારંભ
અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ત્રીજી બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં તળાવ ઇન્ટરલિંકિંગ અંગે ચર્ચા કરવામાં આવી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેલા તળાવોને ઇન્ટરલિંક કરવા, ઊંડા કરવા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ જમીનમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર કહ્યા હતા.
આ પણ વાંચો: CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG મોંઘો થયો, આટલા રૂપિયાનો ઝીંકાયો વધારો


