ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં યોજાઇ NCCની વાર્ષિક શિબિર

અમદાવાદમાં લો ગાર્ડન કોમ્પલેક્ષ સ્થિત NCC ગૃપ હેડક્વાર્ટર ખાતે NCCનો EBSB વાર્ષિક શિબિર યોજાઇ રહ્યો છે. હાલ 2 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી આ શિબિર યોજવામાં આવી રહ્યો છે. શિબિરનો વ્યાપક ઉદ્દેશ્ય રાષ્ટ્રની વિવિધતામાં એકતાની ઉજવણી કરવાનો અને લોકો વચ્ચે પરંપરાગત રીતે અસ્તિત્વમાં રહેલા ભાવનાત્મક બંધનોને જાળવી રાખવા અને મજબૂત કરવાનો છે. ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા
07:53 AM Sep 09, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં લો ગાર્ડન કોમ્પલેક્ષ સ્થિત NCC ગૃપ હેડક્વાર્ટર ખાતે NCCનો EBSB વાર્ષિક શિબિર યોજાઇ રહ્યો છે. હાલ 2 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી આ શિબિર યોજવામાં આવી રહ્યો છે. શિબિરનો વ્યાપક ઉદ્દેશ્ય રાષ્ટ્રની વિવિધતામાં એકતાની ઉજવણી કરવાનો અને લોકો વચ્ચે પરંપરાગત રીતે અસ્તિત્વમાં રહેલા ભાવનાત્મક બંધનોને જાળવી રાખવા અને મજબૂત કરવાનો છે. ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા
અમદાવાદમાં લો ગાર્ડન કોમ્પલેક્ષ સ્થિત NCC ગૃપ હેડક્વાર્ટર ખાતે NCCનો EBSB વાર્ષિક શિબિર યોજાઇ રહ્યો છે. હાલ 2 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી આ શિબિર યોજવામાં આવી રહ્યો છે. શિબિરનો વ્યાપક ઉદ્દેશ્ય રાષ્ટ્રની વિવિધતામાં એકતાની ઉજવણી કરવાનો અને લોકો વચ્ચે પરંપરાગત રીતે અસ્તિત્વમાં રહેલા ભાવનાત્મક બંધનોને જાળવી રાખવા અને મજબૂત કરવાનો છે. 
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમમાં હાજરી આપતાં NCC ગ્રુપ હેડક્વાર્ટર, લો ગાર્ડન ખાતે ગુજરાત અને ઉત્તરાખંડની ટુકડીના NCC કેડેટ્સની મુલાકાત લીધી હતી. એનસીસી કેડેટ્સ દ્વારા આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનર દ્વારા એડીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મેજર જનરલ અરવિંદ કપૂરે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું અને EBSB કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અમદાવાદ NCC Gp ના NCC કેડેટ્સને NCC તરફના તેમના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.
 ગુજરાતી અને ઉત્તરીય પ્રદેશોની પહાડી એકબીજાની ભાષા શીખવી એ આ શિબિરની એક વિશેષતા છે. આ ઉપરાંત, રાંધણકળા અને ખાદ્ય આદતો, પ્રવાસન સ્થળો અને રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો શીખવાનો પણ શિબિરમાં પ્રયાસ કરાયો છે. શિબિર દરમિયાન ક્વિઝ અને ડિબેટ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.
Tags :
AhmedabadAnnualCampGujaratFirstNCC
Next Article