Shankarbhai Chaudhary : Gujarat first ન્યૂઝની મુલાકાતે વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
- વિધાનસભાના અધ્યક્ષ Shankarbhai Chaudhary ગુજરાત ફર્સ્ટની મુલાકાતે
- વિધાનસભા અધ્યક્ષે Gujarat first News ચેનલની કામગીરી અંગે મેળવી જાણકારી
- ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટ સાથે કર્યો સંવાદ
- ગુજરાત ફર્સ્ટના કર્મચારીઓ સાથે વિધાનસભા અધ્યક્ષે કર્યો વાર્તાલાપ
- ચેનલની કામગીરી અને કાર્યશૈલીથી વિધાનસભા અધ્યક્ષ થયા પ્રભાવિત
Ahmedabad : ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ અને બનાસ ડેરીનાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) આજે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શંકરભાઈએ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની (Gujarat first News) કામગીરી અંગે જાણકારી મેળવી અને સમગ્ર ટીમને શુભેચ્છા આપી હતી. તેમણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે સંવાદ કર્યો હતો. ચેનલની કામગીરી અને કાર્યશૈલીથી વિધાનસભા અધ્યક્ષ પ્રભાવિત થયા હતા. યંગ અને હાર્ડવર્ક ટીમના વિધાનસભા અધ્યક્ષે વખાણ કર્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ Shankarbhai Chaudhary ગુજરાત ફર્સ્ટની મુલાકાતે
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની (Gujarat first News) શુભેચ્છા મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સમાચારની દુનિયામાં ચાલતી અવનવી ટેકનોલોજી અંગે જાણકારી મેળવી હતી. સાથે જ સમાચારમાં નવી વેલ્યુ એડિશન અંગે પણ ચર્ચા કરી હતી. ગુજરાત ફર્સ્ટની કેમેરામેન ટીમ, વીડિયો એડિટર ટીમ સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો. ચેનલનાં ડિજિટલ સ્ટાફ સહિત ટેકનિકલ સ્ટાફ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. ડિજિટલની દુનિયામાં કેવી ક્રાંતિ સર્જાઈ રહી છે તે અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી અને અવનવી ટેકનોલોજી અંગે પણ વિધાનસભા અધ્યક્ષે ચર્ચા હતી.
આ પણ વાંચો - Vadtaldham માં મીમાંસા શાસ્ત્રના 'અર્થસંગ્રહ' ગુજરાતી પુસ્તકનું લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટની નવી પહેલ 'સ્ટુડિયો ઓન વ્હિલ'ના પણ કર્યા વખાણ
ગુજરાત ફર્સ્ટની નવી પહેલ 'સ્ટુડિયો ઓન વ્હિલ'ના (Studio On Wheels) પણ શંકરભાઈ ચૌધરીએ વખાણ કર્યા હતા. 'સ્ટુડિયો ઓન વ્હિલ' ની OB વાનની અંદર જઈને પણ જાણકારી મેળવી હતી. લોકોના પ્રશ્નોને કેવી રીતે વાચા અપાઈ રહી છે તે અંગે પણ જાણકારી મેળવી હતી. લોકો સુધી સચોટ અને સટિક સમાચાર પહોંચાડવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) ખૂબ અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો - Bharatkool Chapter-2 : ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર DyCM હર્ષભાઈના વિરોધીઓ પર પ્રહાર!