ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રમવાની ઉંમરે ઓસ્ટ્રેલિયાના આ બાળકોએ 1 હજારથી વધુ સંસ્કૃત શ્લોક કર્યા કંઠસ્થ

સ્વામિનારાયણ મહોત્સવના અનેક રંગો અમે આપને બતાવ્યા પણ હવે અમે આપને એક એવો રંગ બતાવવા જઈ રહ્યા છે. આ રંગ છે નાના નાના બાળ ગોપાલો. આ બાળ ગોપાલો નાની વયે વેદના શ્લોકોનું પઠન કરે છે. ત્રણ વર્ષથી લઈ 8 વર્ષ સુધીના આ બાળકોએ 1 હજારથી વધુ શ્લોક કંઠસ્થ કર્યા છે.સ્વામિનારાયણ મહોત્સવમાં આવેલા ભૂલકાઓની ઉંમર જોઈને કોઇને પણ એવું લાગશે કે આ ભૂલકાઓની ઉંમર તો રમવાની છે. પરંતુ આટલી નાની વયે આ ભૂલકાઓ કમા
03:06 AM Dec 18, 2022 IST | Vipul Pandya
સ્વામિનારાયણ મહોત્સવના અનેક રંગો અમે આપને બતાવ્યા પણ હવે અમે આપને એક એવો રંગ બતાવવા જઈ રહ્યા છે. આ રંગ છે નાના નાના બાળ ગોપાલો. આ બાળ ગોપાલો નાની વયે વેદના શ્લોકોનું પઠન કરે છે. ત્રણ વર્ષથી લઈ 8 વર્ષ સુધીના આ બાળકોએ 1 હજારથી વધુ શ્લોક કંઠસ્થ કર્યા છે.સ્વામિનારાયણ મહોત્સવમાં આવેલા ભૂલકાઓની ઉંમર જોઈને કોઇને પણ એવું લાગશે કે આ ભૂલકાઓની ઉંમર તો રમવાની છે. પરંતુ આટલી નાની વયે આ ભૂલકાઓ કમા
સ્વામિનારાયણ મહોત્સવના અનેક રંગો અમે આપને બતાવ્યા પણ હવે અમે આપને એક એવો રંગ બતાવવા જઈ રહ્યા છે. આ રંગ છે નાના નાના બાળ ગોપાલો. આ બાળ ગોપાલો નાની વયે વેદના શ્લોકોનું પઠન કરે છે. ત્રણ વર્ષથી લઈ 8 વર્ષ સુધીના આ બાળકોએ 1 હજારથી વધુ શ્લોક કંઠસ્થ કર્યા છે.
સ્વામિનારાયણ મહોત્સવમાં આવેલા ભૂલકાઓની ઉંમર જોઈને કોઇને પણ એવું લાગશે કે આ ભૂલકાઓની ઉંમર તો રમવાની છે. પરંતુ આટલી નાની વયે આ ભૂલકાઓ કમાલ કરી રહ્યા છે. આ તમામ ભૂલકાઓએ ઓસ્ટ્રેલિયામાં જન્મ લીધો છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા આ ભૂલકાઓને ગુજરાતી, હિન્દી વાંચતા કે લખતા પણ સરખું નથી આવડતું. ત્યારે આ ભૂલકાઓ સંસ્કૃતના શ્લોક કંઠસ્થ કરી શક્યા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા વિવિધ શહેરોમાં ઝૂમ મિટિંગ થકીથી આ ભૂલકાઓને જોડવામાં આવે છે. અને મિટિંગમાં જોડાયા બાદ આ ભૂલકાઓને સંસ્કૃતના શ્લોક શીખવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આવા 2 હજારથી વધુ ભૂલકાઓ છે. જે ભૂલકાઓ સંસ્કૃતના શ્લોકને કંઠસ્થ કરી રહ્યા છે. આ તમામ ભૂલકાઓ વેદોના 1 હજારથી વધુ મંત્ર અને શ્લોક સડસડાટ બોલી શકે છે. આ ભૂલકાઓને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - મૂળ બ્રિટિશર અને ખ્રિસ્તી ધર્મમાં જન્મ લેનારા થોમસે નાની ઉંમરથી જ સનાતન ધર્મનો કર્યો અંગીકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AustraliaBAPSchildrenGujaratFirstPramukhSwamiMaharajNagarPSM100SanskritVerses
Next Article