
જો તમે ATM મશીનમાં પૈસા ઉપાડવા જાઓ છો અને પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતી જજો. કારણ કે સોલા પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે ATM ચેમ્બરમાં જઈ લોકોની નજર ચૂકવી ATM કાર્ડ પડાવી પૈસા પડાવતો હતો. આરોપીએ 15 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિનાં નામના ATM કાર્ડ પણ મળી આવ્યા છે.