વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, આરોપી થયો ફરાર
લોકોની સુરક્ષા કરનાર પોલીસ પોતેજ સુરક્ષિત નથી આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.જેમાં વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં પોલીસકર્મી પર જ હુમલો કરીને એક ગુનેગાર ફરાર થઈ ગયો છે. પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં બીરબલ પલાશ અને તેનો ભાઈ જીજ્ઞેશ પલાશ તેમજ તેનો અન્ય પરિવાર એક જ છાà
Advertisement
લોકોની સુરક્ષા કરનાર પોલીસ પોતેજ સુરક્ષિત નથી આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.જેમાં વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં પોલીસકર્મી પર જ હુમલો કરીને એક ગુનેગાર ફરાર થઈ ગયો છે. પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં બીરબલ પલાશ અને તેનો ભાઈ જીજ્ઞેશ પલાશ તેમજ તેનો અન્ય પરિવાર એક જ છાપરા નીચે અલગ અલગ રહેતા હતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા હતા. ગુરુવારે રાતના સમયે મોબાઈલ ચાર્જિંગની વાતને લઇને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બીરબલે 100 નંબર પર ફોન કરતા GIDC ના પોલીસકર્મી પોપટભાઈ અને અન્ય સ્ટાફ ત્યાં પહોંચ્યા હતાં. પોલીસ બીરબલ અને તેના ભાઈ જીગ્નેશને પોલીસ મથક લઈ આવી હતી. બીરબલ તેના ભાઈ વિરૂદ્ધ અરજી લખાવી રહ્યો હતો અને પોલીસે જીગ્નેશને અંદર બેસાડ્યો હતો. અરજી લખ્યા બાદ એક પોલીસકર્મી તે અરજીને PSO પાસે આપવા ગયા હતા, જે દરમ્યાન બીરબલ અને પોલીસકર્મી પોપટભાઈ વચ્ચે કઈક વાતચીત થઈ હતી, જેમાં ઉશ્કેરાઇને બીરબલ દ્વારા બોથડ પદાર્થના ઘા મારીને પોપટભાઇ ઇજાગ્રસ્ત કરી ત્યાંથી નાસી છૂટયો હતો. ![]()
ઇજાગ્રસ્ત પોલીસકર્મી પોપટભાઈ
પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરનાર બીરબલ વટવા જીઆઇડીસી વિસ્તારમાં પ્રોહીબિશનના અનેક ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તેમજ તે બુટલેગર હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે..બીરબલ અને તેના ભાઈ જીજ્ઞેશનાં ઝગડામાં પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ પોલીસ મથકમાં પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોપટભાઇ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
આરોપી
હાલ તો હુમલાની ઘટના બાદ વટવા જીઆઇડીસી, વટવા અને મણીનગરનાં પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમો બનાવી હુમલાખોર બીરબલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીરબલ વિરૂદ્ધ વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ગંભીર કલમો હહેઠળ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે બીરબલ કેટલો સમય પોલીસથી નાસતો રહેશે તે જોવાનું


