Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Awareness Message: લોકશાહીના પર્વની ઉજવણી, 104 વર્ષના માજીથી લઈને નવજાત શિશુની માતાનો ઉત્સાહ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જનશક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં 104 વર્ષના વૃદ્ધાથી લઈને વડોદરામાં 4 માસના બાળક સાથે પહોંચેલી માતાએ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવી છે. અમદાવાદમાં પરિવારોએ સમૂહમાં મતદાન કરીને "મારું બૂથ મારો પરિવાર" સૂત્રને સાર્થક કરતા સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ આપ્યો છે.
awareness message  લોકશાહીના પર્વની ઉજવણી  104 વર્ષના માજીથી લઈને નવજાત શિશુની માતાનો ઉત્સાહ
Advertisement
  • Awareness Message: લોકશાહીના પર્વની ઉજવણી
  • મોરબીમાં લોકશાહીનો વિજય
  • 104 વર્ષના કાશીબેને વ્હીલચેર પર પહોંચીને આપ્યો પવિત્ર મત
  • અમદાવાદમાં "મારું બૂથ મારો પરિવાર"
  • 500થી વધુ લોકો ઢોલ-નગારા સાથે વોટ આપવા ઉમટ્યા
  • 4 માસના બાળકને તેડીને મહિલાએ બજાવી મતદાનની ફરજ

Awareness Message: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Local Body Election) આજના દિવસે રાજ્યભરમાં અદભૂત અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકશાહીના પવિત્ર અવસરમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે વડીલો, યુવાનો અને મહિલાઓ ઉમટી પડ્યા છે. રાજ્યના વિવિધ ખૂણેથી આવતી આ તસવીરો સાબિત કરે છે કે નાગરિકોમાં મતાધિકાર (Voting Right) પ્રત્યે કેટલી જાગૃતિ રહેલી છે.

Panchmahal માં સૌથી વયોવૃદ્ધ મતદાર

પંચમહાલ જિલ્લાના કાતોલ ગામે લોકશાહીના પર્વની પ્રેરણાદાયી તસવીર સામે આવી છે, જ્યાં 112 વર્ષના વયોવૃદ્ધ લક્ષ્મીબેને ઉત્સાહભેર મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો હતો. સતાયુ અવસ્થામાં હોવા છતાં, મતદાન પ્રત્યે અનોખો સંકલ્પ ધરાવતા લક્ષ્મીબેન પરિવારના ટેકા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. જૈફ વયે પણ તેમનામાં જોવા મળેલો આ અભૂતપૂર્વ ઉત્સાહ સમગ્ર યુવા પેઢી માટે લોકશાહીના મૂલ્યો જાળવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Advertisement

Mahisagar માં 107 વર્ષના મતદાર

મહીસાગર જિલ્લાના લુણાવાડાના સેણાદરિયા ગોરાડા ખાતે લોકશાહીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુતારી ગામના 107 વર્ષીય વયોવૃદ્ધ મતાધિકારી કિશોરબા સોલંકીએ શતાબ્દી વટાવી ચૂક્યા છે. આટલી ઉંમરે પણ અડગ સંકલ્પ સાથે મતદાન મથકે પહોંચી પોતાનો વોટ આપ્યો હતો. પરિવાર સાથે મતદાન કરવા પહોંચેલા કિશોરબાએ યુવાધનને શરમાવે તેવો ઉત્સાહ બતાવી સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

AwarenessMessage_ElderlyVoter_Gujarat

Morbi માં 104 વર્ષના કાશીબેનનું પ્રેરણાદાયી મતદાન

મોરબી જિલ્લાના ચરાડવા ગામે લોકશાહીની એક અનોખી તસવીર સામે આવી છે. અહીં 104 વર્ષના શતાયુ વૃદ્ધા કાશીબેન માકાસણાએ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આટલી મોટી ઉંમરે પણ કાશીબેને બતાવેલો ઉત્સાહ અન્ય મતદારો માટે પ્રેરણારૂપ (Inspirational) બન્યો છે. 104 વર્ષની ઉંમરે વોટ આપીને તેમણે સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સર્વોપરી છે.

Ahmedabad માં 86  વર્ષના વયોવૃદ્ધનું મતદાન

અમદાવાદમાં મનપાની ચૂંટણી માટે જામ્યો મતદાનનો માહોલ 86 વર્ષના અશક્ત વૃદ્ધે ઉત્સાહભેર કર્યું મતદાન 100 વર્ષે પણ મતદાન કરવું જરૂરી હોવાનો સંદેશ મત આપવો એ દરેક નાગરિકનો પવિત્ર અધિકાર લોકો વધુ મતદાન કરે તેવી વૃદ્ધે અપીલ કરી

Ahmedabad માં "મારુ બૂથ મારો પરિવાર" અભિયાન

અમદાવાદના ઠક્કરબાપાનગર (Thakkarbapa Nagar) વોર્ડમાં રહીશોએ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં "મારુ બૂથ મારો પરિવાર" ના સૂત્રને સાર્થક કરતા 450 થી 500 જેટલા લોકો એકસાથે મતદાન કરવા નીકળ્યા હતા. ઢોલ-નગારાના તાલે મોટી સંખ્યામાં પરિવારો, યુવાનો અને વડીલો મતદાન મથકે પહોંચતા ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. સામૂહિક મતદાનની (Mass Voting) આ પ્રક્રિયાએ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

આ પણ વાંચો---- Bharuch માં અંધેર વહીવટ! વીજળી ગુલ થતા મતદારોએ મીણબત્તીના અજવાળે આપ્યો વોટ

Jamnagar માં 80 વર્ષના વૃદ્ધાએ બજાવી ફરજ

જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકા (Sikka Municipality) માટે આજે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. અહીં 80 વર્ષના વૃદ્ધા મુક્તાબેને વહેલી સવારે મતદાન મથકે પહોંચીને પોતાનો વોટ આપ્યો હતો. સિક્કાના 7)વોર્ડમાં ઉભેલા 80 ઉમેદવારોના ભાવિ આજે કુલ 19,409 મતદારો નક્કી કરવાના છે. મુક્તાબેને મતદાન કર્યા બાદ યુવા પેઢીને (Young Generation) સંદેશ આપતા અચૂક મતદાન કરવા માટે ખાસ અપીલ (Appeal) કરી હતી.

Vadodara માં 4 માસના શિશુ સાથે માતાનું મતદાન

વડોદરા શહેરમાંથી માતૃત્વ અને નાગરિક ફરજનો સુમેળ સાધતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેપુરા (Fatepura) વિસ્તારની એક શાળામાં એક જાગૃત માતાએ પોતાના માત્ર 04 માસના બાળકને તેડીને મતદાન કર્યું હતું. પોતાના સંતાનની સારસંભાળ રાખવાની સાથે મતાધિકારનો ઉપયોગ કરીને આ મહિલાએ સમાજમાં મતદાન જાગૃતિનો (Voting Awareness) એક મજબૂત સંદેશ વહેતો કર્યો છે.

AwarenessMessage_ElderlyVoter_Gujarat 0

આ પણ વાંચો---- Saints' voting: લોકશાહીના પર્વમાં સંતશક્તિની ભાગીદારી, ધર્મગુરુઓએ બજાવી નૈતિક ફરજ

 

Tags :
Advertisement

.

×