Ahmedabad : બગોદરા-ધીંગડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, 77 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે મોત
- Ahmedabad ના ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ઘટના
- હિટ એન્ડ રન સર્જી કાર ચાલક ફરાર
- બગોદરા પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ
- પશુ ચરાવીને મૃતક ઘર તરફ જઈ રહ્યાં હતા
- મૃતદેહને પીએમ માટે ખસેડાયો
Ahmedabad : અમદાવાદ ગ્રામ્યમાં આવેલ બગોદરા-ધીંગડા રોડ પર અકસ્માત (accident) સર્જાયો હતો. આ અકસ્માત ગંભીર હતો અને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ગુંદાનાપરા અને ધીંગડા ગામ વચ્ચે હિટ એન્ડ રનની (hit and run) ઘટના બની હતી. ઓવર સ્પીડમાં (over speed) આવી રહેલ બ્રેઝા કારે પશુ ચરાવીને આવી રહેલ રાહદારીને જોરદાર ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતુ. તો આસપાસના લોકો અને પોલીસ પણ અકસ્માત સર્જનારને શોધી રહી છે. તો કારના નંબર પ્લેટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે.
Ahmedabad : મૃતદેહને પીએમ માટે ખસેડાયો
મૃતક મશરૂભાઈ હરજીભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ 77 વર્ષ હતી અને તેઓ ગામ ગુંદાનાપરાના રહેવાસી છે. બગોદરા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ અકસ્માતમાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે. અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર આવેલા ટોલનાકા નજીક એક અજાણ્યા વાહને બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જાણો હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન (Hit-and-Run) એટલે વાહન અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઇવર દ્વારા પીડિતને મદદ કર્યા વગર કે પોલીસને જાણ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જવું. ભારતમાં નવા કાયદા મુજબ, આવી ઘટનાઓમાં ગુનેગારને ભારે દંડ અને લાંબી જેલની સજા થઈ શકે છે. આ ગંભીર ગુનો છે, જેમાં પોલીસ CCTV અને પુરાવાઓને આધારે કડક કાર્યવાહી કરે છે. જો ડ્રાઈવર અકસ્માત પછી ભાગી જાય, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. હિટ એન્ડ રનના કિસ્સામાં પીડિત પરિવારને સરકાર દ્વારા વળતર ચૂકવવાની જોગવાઈ છે.
આ પણ વાંચો : Bhavnagar-Ahmedabad Highway પર હિટ એન્ડ રનની ઘટના: દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીનું મોત!


