ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન ઘટના, એકનું મોત અને એક ગંભીર રીતે ઘાયલ

Ahmedabad: અમદાવાદથી ચોટીલા પગપાળા જતા બે યાત્રાળુઓને ભામાસરા ગામ નજીક અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
09:26 AM Mar 07, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદથી ચોટીલા પગપાળા જતા બે યાત્રાળુઓને ભામાસરા ગામ નજીક અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad
  1. ભામાસરા ગામ પાસેના બનાવમાં એકનું મોત, એકને ગંભીર ઈજા
  2. ચોટીલા પગપાળા જતા યાત્રાળુની પાછળ ચાલતી કારને મારી ટક્કર
  3. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જિ થયો ફરાર

Ahmedabad: બાવળા બગોદરા નેશનલ હાઇવે પર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા હોવાથી તેના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમદાવાદથી ચોટીલા પગપાળા જતા બે યાત્રાળુઓને ભામાસરા ગામ નજીક અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: Botad : ભ્રષ્ટાચાર દેખાય છે તો સંકોચ નહીં પણ એ.સી.બીનો સંપર્ક કરો અને એક જાગૃત નાગરિક બનો

એક ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવાયો

નોંધનીય છે કે, યાત્રાળુઓ રાત્રે ચાલતાં હતાં તેમની કાર પાછળ લાઇટ રાખીને ચાલતી હતી અચાનક પાછળથી અજાણ્યા વાહને કારને ટક્કર મારતાં અકસ્માતની ઘટના બની હોવાનું સામે જાણવા મળ્યું છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બગોદરા 108 ઘટના સ્થળે પહોંચી બંને યાત્રાળુઓને સારવાર અર્થે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો: Rajkot : તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું : BJP નેતા સોનલબેન વસાણી

બગોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

મળતી વિગતો પ્રમાણે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત અને એકની હાલત વધારે ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. અત્યારે માર્ગ અકસ્માતો ખુબ જ વધી રહ્યાં છે જેના કારણે અનેક લોકોના અકાળે મોત થયાં હોય છે. જે માટે રોડ રસ્તાની સલામતી રાખવી ખુબ જ અનિવાર્ય બની જાય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Ahmedabadahmedabad road accidentBavla Bagodara highwayBavla-Bagodara Highway AccidentBavla-Bagodara Highway hit and runGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newshit and run incidentLatest Gujarati Newsroad accidentroad accident newsRoad Accident Update
Next Article