Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bavla Bagodara Highway પર triple Accident, રોંગ સાઈડમાં આવતી ટ્રકે બે કારે મારી ટક્કર

અમદાવાદ ગ્રામ્યના બાવળા-બગોદરા હાઈવે પર આજે એક હચમચાવનારો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતા ટ્રકે બે કારને અડફેટે લેતા સર્જાયેલી આ ભીષણ ટક્કરમાં સ્વિફ્ટ કારનું એન્જિન પણ બહાર ફેંકાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
bavla bagodara highway પર triple accident  રોંગ સાઈડમાં આવતી ટ્રકે બે કારે મારી ટક્કર
Advertisement
  • Bavla Bagodara Highway પર ટ્રિપલ Accident
  • રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રકે Swift અને Venue કારને મારી ટક્કર
  • જોરદાર ટક્કરથી Swift કારનું એન્જિન રોડ પર બહાર ફેંકાઈ ગયું
  • ઈજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Bavla Bagodara Highway Accident: અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) વિસ્તારમાં આવેલા બાવળા-બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માત કલ્યાણગઢ અને ભમાસરા ગામની મધ્યમાં સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા ટેલર ટ્રક (Trailer Truck) અને બે લક્ઝરી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી.

Bavla Bagodara Highway Accident_GUJARAT 0

Advertisement

Bavla Bagodara Highway Accident: રોંગ સાઈડમાં આવતા ટ્રકે ટક્કર મારી

અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ ટેલર ટ્રક ખોટી દિશામાં એટલે કે રોંગ સાઈડ (Wrong Side) માંથી આવી રહ્યો હતો. આ ટ્રકે સામેથી આવતી Swift કાર અને Venue કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે Swift કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. કારનું એન્જિન (Car Engine) તૂટીને રોડ પર અલગ જઈ પડ્યું હતું. રોડ પર વિખરાયેલા કાટમાળને જોઈને અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.

Advertisement

આ પણ વાંચો---- Suvendu Adhikari બનશે 'ગેમ ચેન્જર', અમૂલ ફેડરેશનના ચેરમેને અભિનંદન પાઠવતાં કરી મોટી વાત

Bavla Bagodara Highway Accident: ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

આ ગંભીર ટક્કરમાં Swift કારમાં સવાર 2 લોકોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ (Critical Injuries) થઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક અસરથી બાવળા ખાતે સારવાર (Treatment) માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની ટીમ ઇજાગ્રસ્તોની સ્થિતિ પર સતત દેખરેખ રાખી રહી છે.

Bavla Bagodara Highway Accident_GUJARAT 01

Bavla Bagodara Highway Accident: ડ્રાઇવર ફરાર અને પોલીસ કાર્યવાહી

ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યા બાદ ધરપકડના ડરથી ટ્રક રસ્તા પર જ મૂકી દીધો હતો. ડ્રાઇવર અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળે (Incident Site) થી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ બગોદરા 112 ની ટીમ ત્વરિત એક્શનમાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની તપાસ (Investigation) શરૂ કરી છે. પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો---- Ahmedabad: વાડજ પોલીસને ચકમો આપી ફરાર થયેલો આરોપી ઝડપાયો, જાણો કયા કેસમાં સંડોવાયેલો?

Tags :
Advertisement

.

×