અજાણ્યા લોકોને લિફ્ટ આપો છો તો ચેતી જજો, મુસાફરના સ્વાંગમાં ગાડીમાં બેસી લૂંટ કરનારી ગેંગ ઝડપાઇ
જો તમે હાઇવે ( high way)પર મુસાફરી કરી રહ્યા હોવ અને થોડા પૈસા મેળવવા માટે પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોવ તો ચેતી જજો. કારણ કે આ બાબત તમારા ખિસ્સા ભારી કરવાના બદલે ખાલી કરી શકે છે. અમદાવાદના વેપારી સાથે આવો જ કંઈક બનાવ બન્યો છે, જેમાં કાર ચાલક વેપારીનું જ મુસાફરોએ અપહરણ કરી કાર અને મોબાઈલની લૂંટ ચલાવી. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.- પૈસા માટે ચલાવી હતી લૂંàª
08:42 AM Sep 21, 2022 IST
|
Vipul Pandya
જો તમે હાઇવે ( high way)પર મુસાફરી કરી રહ્યા હોવ અને થોડા પૈસા મેળવવા માટે પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોવ તો ચેતી જજો. કારણ કે આ બાબત તમારા ખિસ્સા ભારી કરવાના બદલે ખાલી કરી શકે છે. અમદાવાદના વેપારી સાથે આવો જ કંઈક બનાવ બન્યો છે, જેમાં કાર ચાલક વેપારીનું જ મુસાફરોએ અપહરણ કરી કાર અને મોબાઈલની લૂંટ ચલાવી. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
- પૈસા માટે ચલાવી હતી લૂંટ
રામોલ પોલીસે અપહરણ અને લૂંટના ગુનામાં રવિ ઝાલા, રણજિત ઝાલા અને બાદરજી ઝાલા નામના શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી મુસાફરીનો સ્વાંગ રચીને વટવાના વેપારીનું અપહરણ કરી લૂંટને અંજામ આપ્યો હતો. વટવાના કાપડના વેપારી પોતાની કાર લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે એક્સપ્રેસ હાઈવે પાસેથી આ ત્રણેય શખ્સો મુસાફરના સ્વાંગમાં આણંદ જવાનું કહીને વેપારીની ગાડીમાં બેઠા અને થોડા આગળ જતાં વેપારીની કારમાં બેઠેલા અન્ય મુસાફરો ઉતરી જતા આ આરોપીઓએ લૂંટના પ્લાનને અંજામ આપ્યો હતો. વેપારીની આંખમાં મરચું નાખીને ચપ્પુની અણીયે વેપારીનું અપહરણ કરી આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લા અને બાદમાં પાટણ જિલ્લા બાજુ લઈ જઈ નવીયાણી ગામ આગળ ઉતારીને કાર અને મોબાઇલની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
- રિંગ રોડ પરથી મુખ્ય આરોપી ઝડપાયો
આ ઘટના બનતા વેપારીએ રામોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ સીસીટીવી તપાસી આરોપીઓને પકડવાની તજવીજ તેજ કરી હતી તેવામા આ ગુનામાં સામેલ આરોપી હાથીજણથી ઓઢવ તરફ જતો હોવાની બાતમીના આધારે પોલીસે રિંગ રોડ પરથી રવિ ઝાલાને લૂંટમાં ગયેલી કાર સાથે ઝડપી લીધા હતા. જેને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા તેની સાથે અન્ય બે આરોપીઓ ગુનામાં સામેલ હોવાની હકીકત જણાવતા રણજિત ઝાલા અને બાદરજી ઝાલા નામના પિતા પુત્રને પાટણના સુણસર ગામેથી ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ કાર અને મોબાઈલ પોલીસે જપ્ત કરી પૂછપરછ શરૂ કરી છે.
-મુખ્ય આરોપી હીરા ઘસવાનું કરે છે કામ
આ મામલે આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો મુખ્ય આરોપી રવિ ઝાલા ઠક્કરનગરમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેને થોડું દેવું થઈ ગયું હોવાથી તેણે પોતાની સાથે સ્કૂલમાં ભણતા રણજિત ઝાલા અને તેના પિતા બાદરજી ઝાલાને સાથે રાખીને લૂંટ કરી હતી.પકડાયેલા રવિ અને રણજિત ઝાલા ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને બાદરજી ઝાલા પશુપાલનનો વ્યવસાય કરે છે. આરોપીઓને કાર ચાલક પાસેથી રોકડ રકમ મળવાની અપેક્ષા હતી જોકે પૈસા ન મળતા ગાડી અને મોબાઇલની લૂંટ ચલાવી હતી તેવામાં પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં રામોલ પોલીસે કવાયત હાથ ધરી છે.
Next Article