Ahmedabad Congress: "રેસના ઘોડા અને લગ્નના ઘોડા વચ્ચેનો તફાવત કોંગ્રેસ ભૂલી" 35 વર્ષનો સાથ છોડતા ઇકબાલ શેખનું છલકાયું દર્દ
- Sthanik Swaraj Election ની પહેલા Congress ને ફટકો
- કોર્પોરેટર ઈકબાલ શેખે (Iqbal Sheikh) આપ્યું રાજીનામું
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નારાજગીનો દૌર
- અમદાવાદમાં કોંગ્રેસ (Ahmedabad Congress) ના નેતા ઈકબાલ શેખનું રાજીનામું
- 35 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ સિનિયર નેતાનું રાજીનામું
- કોંગ્રેસ પક્ષની કામગીરીથી નારાજ થઈને આપ્યું રાજીનામું
Ahmedabad Congress: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) આંતરિક જૂથબંધી અને નારાજગીનો સિલસિલો યથાવત છે. અમદાવાદના ગોમતીપુર (Gomtipur) વિસ્તારના મજબૂત નેતા અને પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે (Iqbal Sheikh) 35 વર્ષની લાંબી કામગીરી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ઇકબાલ શેખે પક્ષના નેતૃત્વ અને કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
Sthanik Swaraj Election ની પહેલા Congress ને ફટકો
રાજીનામું આપ્યા બાદ ઇકબાલ શેખે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પક્ષમાં અત્યારે જે લોકો નેતા બનીને બેઠા છે તેમને પાર્ટીના હિતમાં કોઈ રસ નથી, તેઓ માત્ર પોતાના જૂથ (Groupism) ચલાવવામાં મસ્ત છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, "પાર્ટીને ખબર જ નથી કે કોણ રેસના ઘોડા છે અને કોણ લગ્નના ઘોડા છે."કામ કરનારા કાર્યકરોની પક્ષમાં કોઈ કદર થતી નથી તેવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો
ગોમતીપુરના કાઉન્સિલરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
ઈકબાલ શેખે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું
કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું
AMCમાં વિરોધ પક્ષ નેતાનું પદ ન મળતા હતા નારાજ#Ahmedabad #Congress #Resignation… pic.twitter.com/ENov4oOLR2— Gujarat First (@GujaratFirst) April 4, 2026
વફાદારી છતાં 'બી ટીમ'નું લેબલ
પોતાની જૂની વાતો યાદ કરતા ઇકબાલ શેખે કહ્યું કે, "જ્યારે મેં ભૂતકાળમાં અપક્ષ (Independent) તરીકે ચૂંટણી લડી હતી, ત્યારે પણ મેં હંમેશા કોંગ્રેસને જ સપોર્ટ કર્યો હતો. તેમ છતાં પક્ષના જ લોકો મને ભાજપની (BJP) 'બી ટીમ' (B-Team) કહેતા હતા. હું હંમેશા પાર્ટીને વફાદાર રહ્યો, પણ બદલામાં મને માત્ર ઉપેક્ષા જ મળી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ગોમતીપુરના નાગરિકોએ તેમને પક્ષ કરતા પણ વધુ સાથ આપ્યો છે.
ઇકબાલ શેખ હવે AIMIM માં જોડાશે
ઇકબાલ શેખે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (મીમ) સાથે જોડાઈ શકે છે. તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે 'મીમ' પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી છે અને પક્ષ તેમને જે પણ જવાબદારી સોંપશે તે દિલથી નિભાવશે. અંતમાં તેમણે કોંગ્રેસનો આભાર માનતા કહ્યું કે, "4 વર્ષ માટે મને ટિકિટ આપી તે માટે પણ આભાર અને આ વખતે ના આપી તે માટે પણ આભાર."
આ પણ વાંચો: Vadodara: AAP ઉમેદવારના ઢાબા પર પોલીસે પાડી રેડ, એવું શું મળ્યું કે જેને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ?


