એલિસબ્રિજ પર પડ્યા મોટા ગાબડાં, મરામતની વાતો માત્ર કાગળ પર, જુઓ Video
એલિસબ્રિજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને સાંકળતી મજબૂત કડી છે. સાબરમતી નદી પર નિર્મિત આ બ્રિજ એ પ્રાચીનતા સાથે સાથે ઐતિહાસિક રીતે ઘણો મહત્વનો છે. અંગ્રેજોએ વર્ષ 1870-71માં આ બ્રિજને બાંધ્યો હતો. મૂળ લાકડા દ્વારા અંગ્રેજ ઈજનેરો દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષો જુના આ બ્રિજની આજે હાલત ખરાબ દેખાઇ રહી છે. જીહા, અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસ બ્રિજ એટલે કે વિવેકાનંદ બ્રિજનà
એલિસબ્રિજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને સાંકળતી મજબૂત કડી છે. સાબરમતી નદી પર નિર્મિત આ બ્રિજ એ પ્રાચીનતા સાથે સાથે ઐતિહાસિક રીતે ઘણો મહત્વનો છે. અંગ્રેજોએ વર્ષ 1870-71માં આ બ્રિજને બાંધ્યો હતો. મૂળ લાકડા દ્વારા અંગ્રેજ ઈજનેરો દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષો જુના આ બ્રિજની આજે હાલત ખરાબ દેખાઇ રહી છે. જીહા, અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસ બ્રિજ એટલે કે વિવેકાનંદ બ્રિજનà
એલિસબ્રિજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને સાંકળતી મજબૂત કડી છે. સાબરમતી નદી પર નિર્મિત આ બ્રિજ એ પ્રાચીનતા સાથે સાથે ઐતિહાસિક રીતે ઘણો મહત્વનો છે. અંગ્રેજોએ વર્ષ 1870-71માં આ બ્રિજને બાંધ્યો હતો. મૂળ લાકડા દ્વારા અંગ્રેજ ઈજનેરો દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષો જુના આ બ્રિજની આજે હાલત ખરાબ દેખાઇ રહી છે. જીહા, અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસ બ્રિજ એટલે કે વિવેકાનંદ બ્રિજની મરામતની વાત મહાનગરપાલિકા દ્વારા લાબા સમયથી કરવામાં આવે છે. પણ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. બ્રિજ પર ગાબડાં પડી ગયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજની ગુલબંગ પોકારે છે પણ વાત જ્યારે કામગીરીની આવે ત્યારે કાગળ પર જોવા મળે છે. જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. વર્ષો જૂનો આ બ્રિજ જર્જરિત થતાં બંધ કરી દેવામાં આવ્યો. બ્રિજને લઈ તંત્રની ટીકા થતાં 2019 માં બ્રિજ વોકવે માટે શરૂ કરવાનું સાથે સાથે નાનકડી આર્ટ ગેલેરી પણ ઊભી થાય તેવું આયોજન કરવાનું નક્કી કર્યું. આ માટે કોર્પોરેશન કન્સલ્ટન્ટની નિમણૂક કરવા અને તેને 71લાખ રૂપિયાની ફી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. સ્માર્ટ સિટીની વાતો કરતા ભાજપના સત્તાધીશો બ્રિજની જાણવણીમાં નિષ્ફળ ગયા છે.
આ બાબતે વિપક્ષે ટીકા કરી છે કે, એલીસબ્રિજ ઘણો જર્જરીત થઇ જવા પામેલ છે. તેમાં મોટા ગાબડાં પણ પડેલા છે તેમ છતાં તેની સુંદરતા વધારવા તથા જાળવણી કરવા બાબતે કોઇ કાર્યવાહી થઇ નથી. ભાજપના સત્તાધીશોને વાહવાહી મેળવવા રીવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજ બનાવવા નાણાં અને સમય છે પરંતુ અમદાવાદની ઓળખ સમાન એલીસબ્રિજને જાળવવા માટેની કોઇ ઇચ્છાશકિત જ નથી અમદાવાદમાં આવેલ ઐતિહાસિક સ્થળોની માવજત નહીં કરવામાં આવે તો સ્થિતિ બત થી બત્તર થતા સમય નહીં લાગે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.