Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad Plane Crash મુદ્દે મોટા સમાચાર, અમેરિકાની સંસદમાં કરાયો ગંભીર દાવો

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમેરિકી સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. તેમાં પ્લેન ખામી વાળુ હોવાનો રિપોર્ટમાં દાવો છે. 12 જૂન 2025 એ ભયાનક પ્લેન દુર્ઘટના થઈ હતી. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS)નો દાવો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ 787 વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.
ahmedabad plane crash મુદ્દે મોટા સમાચાર  અમેરિકાની સંસદમાં કરાયો ગંભીર દાવો
Advertisement
  • Ahmedabad Plane Crash: અમેરિકાની સંસદમાં દાવો કરવામાં આવ્યો
  • પ્લેન ખામી વાળુ હોવાનો રિપોર્ટમાં દાવો છે
  • 12 જૂન 2025 એ ભયાનક પ્લેન દુર્ઘટના થઈ હતી

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમેરિકી સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. તેમાં પ્લેન ખામી વાળુ હોવાનો રિપોર્ટમાં દાવો છે. 12 જૂન 2025 એ ભયાનક પ્લેન દુર્ઘટના થઈ હતી. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS)નો દાવો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ 787 વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.

હાલમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના ગુજરાત ક્યારેય નહીં ભૂલે

હાલમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના ગુજરાત ક્યારેય નહીં ભૂલે. અનેક લોકો તેના આઘાતમાંથી હજી બહાર આવ્યા નથી. 250થી વધુ લોકોને ભરખી જનારા આ બનાવે અનેક પરિવારોને પીંખી નાખ્યા છે. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટની ભયાનક દુર્ઘટનામાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુએસ સ્થિત 'ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી' (FAS) નામના એવિએશન સેફ્ટી કેમ્પેઇન ગ્રુપ દ્વારા અમેરિકાની સંસદમાં એક સનસનીખેજ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787 વિમાન ઉડાન ભરતા પહેલાથી જ ગંભીર ટેકનિકલ સમસ્યાઓથી ઘેરાયેલું હતું.

Advertisement

Advertisement

FASના આ ગંભીર દાવાઓ પર બોઈંગે પ્રતિક્રિયા આપી

રિપોર્ટ મુજબ, પ્લેનમાં ઇલેક્ટ્રોનિક અને સોફ્ટવેર ક્ષતિઓ હતી, તેમજ વારંવાર સર્કિટ બ્રેકરો ટ્રિપ થવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. એન્જિનિયરિંગની ગુણવત્તા અને પ્લેનના રિપેરિંગમાં થયેલી બેદરકારીને આ મોટી હોનારતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. FASના આ ગંભીર દાવાઓ પર બોઈંગે પ્રતિક્રિયા આપી છે. બોઈંગના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું." જોકે, એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. ઉલ્લેખનીય છે કે, AAIBએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યા હતા.

Big revelation in Ahmedabad plane crash

દુર્ઘટનાગ્રસ્ત વિમાન VT-ANB તરીકે રજિસ્ટર થયેલું હતું

દુર્ઘટનાગ્રસ્ત વિમાન VT-ANB તરીકે રજિસ્ટર થયેલું હતું. બોઇંગે જે 787નું નિર્માણ શરૂ કર્યું અને પ્રારંભિક સમયમાં જે વિમાનોનું નિર્માણ કર્યુ હતું, તેમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો પણ સમાવેશ થતો હતો. આ વિમાને સૌ પહલાં વર્ષ 2013ના અંતભાગમાં ઉડ્ડાણ ભરી હતી અને વર્ષ 2014ની શરૂઆતના સમયમાં તે ઍર ઇન્ડિયામાં સામેલ થયું હતું.

આ પણ વાંચો: Gujarat Weather: રાજ્યમાં ઠંડી અને માવઠાની જાણો હવામાન વિભાગની આગાહી

Tags :
Advertisement

.

×