Ahmedabad ના રિવરફ્રન્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું મોર્નિંગ વોક, યુવાનો સાથે માણ્યો ગુજરાતી નાસ્તો
- ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
- રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને (Nitin Naveen) અમદાવાદ (Ahmedabad)ના રિવરફ્રન્ટ પર કર્યુ મોર્નિંગ વોક
- મોર્નિંગ વોક બાદ નીતિન નવીને ગુજરાતી નાસ્તાની મજા માણી
- રિવરફ્રન્ટ ખાતે ગાંઠિયા, પૌંઆ અને ઉપમાનો સ્વાદ માણ્યો
- ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્ય પણ રહ્યા હાજર
Ahmedabad: ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન (Nitin Naveen) હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદ (Ahmedabad) ના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) અને અટલ બ્રિજ (Atal Bridge) ની મુલાકાત લઈને દિવસની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સવારે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ પર મોર્નિંગ વોક કર્યું હતું.
મોર્નિંગ વોક દરમિયાન અટલ બ્રિજ પાસે યુવાનો સાથે ગુજરાતી નાસ્તો માણ્યો હતો.
Ahmedabad ના રિવરફ્રન્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું મોર્નિંગ વોક
વહેલી સવારે નીતિન નવીને રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પદાધિકારીઓ અને ભાજપના અનેક ધારાસભ્યો તેમજ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોર્નિંગ વોક દરમિયાન તેમણે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર સ્થાનિક યુવાનો સાથે વિવિધ વિષયો પર સહજ સંવાદ કર્યો હતો.
BJP National President Nitin Nabin Gujarat Visit: Nitin Nabin એ રિવરફ્રન્ટ પર કર્યુ મોર્નિંગ વોક । Gujarat First
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
નીતિન નવીને અમદાવાદના રિવરફ્રન્ટ પર કર્યુ મોર્નિંગ વોક
મોર્નિંગ વોક બાદ નીતિન નવીને ગુજરાતી નાસ્તાની મજા માણી… pic.twitter.com/qrOxzZZidq— Gujarat First (@GujaratFirst) February 21, 2026
ગુજરાતી નાસ્તાનો સ્વાદ માણ્યો
રિવરફ્રન્ટ પર લટાર માર્યા બાદ, રાષ્ટ્રીય અધ્યક્ષે અટલ બ્રિજ પાસે યુવાનો અને પક્ષના નેતાઓ સાથે મળીને અસલ ગુજરાતી નાસ્તાની મજા માણી હતી. તેમણે ગરમાગરમ ગાંઠિયા, પૌંઆ અને ઉપમા નો સ્વાદ માણ્યો હતો. સવારના આ હળવા માહોલમાં તેમણે કાર્યકરો સાથે ઉત્સાહપૂર્વક સમય વિતાવ્યો હતો.
આજના અન્ય મહત્વના કાર્યક્રમો
મોર્નિંગ વોક બાદ નીતિન નવીનનો આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે:
- રિવરફ્રન્ટથી તેઓ સીધા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોંચશે અને આશીર્વાદ લેશે.
- સવારે 11.00 કલાકે કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક
- બપોરે 2.00 કલાકે સોશિયલ મીડિયાના આગેવાનો સાથે બેઠક
- બપોરે 4.00 કલાકે યંગ વોઇસ સમિટમાં લોકો સાથે કરશે ચર્ચા
- સાંજે 5.30 કલાકે GMDC ખાતે બુથ કાર્યકર્તા સંમેલન કરશે
- આવતીકાલે 22 ફેબ્રુઆરીએ પણ નીતિન નવીન રહેશે ગુજરાતમાં
- અમદાવાદમાં ખાડીયા ખાતે PM મોદીની મન કી બાત સાંભળશે
આ પણ વાંચો: Gujarat News: આજે 21 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


