ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડેશબોર્ડ એપ્લીકેશનનો પ્રારંભ કરાયો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડેશબોર્ડ એપ અને સદસ્યતા અભિયાનના ગીતનું મંગળવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોન્ચીંગ કરાયુ હતું. ભાજપની ડેશબોર્ડ એપ્લિકેશનનો આજથી પ્રારંભ થયો છે, જેના દ્વારા ચૂંટણી પહેલા તમામ વિગતો એક જ જગ્યાએ મળશે. બૂથ સ્તરની તમામ માહિતી એપ્લિકેશનથી એકત્ર થશે. આ સાથે ભાજપનું સદસ્યતા અભિયાન પણ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહà«
09:46 AM Jul 05, 2022 IST | Vipul Pandya
ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડેશબોર્ડ એપ અને સદસ્યતા અભિયાનના ગીતનું મંગળવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોન્ચીંગ કરાયુ હતું. ભાજપની ડેશબોર્ડ એપ્લિકેશનનો આજથી પ્રારંભ થયો છે, જેના દ્વારા ચૂંટણી પહેલા તમામ વિગતો એક જ જગ્યાએ મળશે. બૂથ સ્તરની તમામ માહિતી એપ્લિકેશનથી એકત્ર થશે. આ સાથે ભાજપનું સદસ્યતા અભિયાન પણ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહà«
ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડેશબોર્ડ એપ અને સદસ્યતા અભિયાનના ગીતનું મંગળવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોન્ચીંગ કરાયુ હતું. 
ભાજપની ડેશબોર્ડ એપ્લિકેશનનો આજથી પ્રારંભ થયો છે, જેના દ્વારા ચૂંટણી પહેલા તમામ વિગતો એક જ જગ્યાએ મળશે. બૂથ સ્તરની તમામ માહિતી એપ્લિકેશનથી એકત્ર થશે. આ સાથે ભાજપનું સદસ્યતા અભિયાન પણ લોંચ કરવામાં આવ્યું છે. 
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું  કે 1 કરોડ 13 લાખથી વધુ પ્રાથમિક સભ્યો ગુજરાતમાં છે તથા  67 લાખ જેટલા પેજ કમિટીના સભ્યો છે. સદસ્યતા અભિયાનમાં દેશમાં ગુજરાત સૌથી આગળ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે 50 હજારથી વધુ બુથમાં જનસંપર્ક કરાશે તથા  લોકવિચાર જાણવાનો પ્રયાસ કરાશે. મતદારના પક્ષ પ્રત્યેના ગમા અણગમાનો પણ અભ્યાસ કરાશે. સદસ્યતા ગીતમાં ભાજપનો મૂળ વિચાર રજૂ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. 
આગામી 9મીએ પ્રદેશ કારોબારીની બેઠક પણ મળશે, જેમાં મંતવ્યો, પડકારો, ઉપાય અંગે ચર્ચા કરાશે. બેઠકમાં ધારાસભ્યો અને સાંસદો હાજર રહેશે. આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રુબરુ કે વિડીયો કેન્ફરન્સથી હાજર રહી શકે છે. 
Tags :
DashboardApplicationGujaratBJPGujaratFirst
Next Article