Rakesh Mehta Murder Case ના ગુનેગારની શરમજનક કરતૂત: ખાડિયામાં રોડ જામ કરાવી મોન્ટુ નામદારે ફોડ્યા ફટાકડા
Montu Namdar Furlough Out on Bail : અમદાવાદના ખાડિયામાં ભાજપ કાર્યકર્તા રાકેશ મહેતા હત્યા કેસનો આજીવન કેદનો ગુનેગાર મોન્ટુ નામદાર બે સપ્તાહની ફર્લો રજા પર જેલની બહાર આવતા જ જાહેર રોડ પર ટ્રાફિક જામ કરાવી ફટાકડા ફોડ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં કાલુપુર અને ખાડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ હત્યારો ફરાર થઈ ગયો હતો.
Advertisement
Rakesh Mehta Murder Case: અમદાવાદ (Ahmedabad) ના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષો પહેલાં ચકચારી બનેલા ભાજપ કાર્યકર્તા (BJP Worker) રાકેશ મહેતા હત્યા કેસ (Rakesh Mehta Murder Case) ના મુખ્ય ગુનેગાર મોન્ટુ નામદાર (Montu Namdar) ની એક શરમજનક કરતૂત સામે આવી છે. આજીવન કેદ (Life Imprisonment) ની સજા કાપી રહેલો આ રીઢો ગુનેગાર જેલમાંથી માત્ર 2 સપ્તાહની ફર્લો પર મુક્ત થયો હતો. જેલના સળિયા પાછળથી બહાર આવતા જ તેનામાં કાયદાનો કોઈ ડર દેખાયો નહોતો અને તે સીધો પોતાના વિસ્તાર ખાડિયા (Khadia) ખાતે પહોંચ્યો હતો.

