ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મેરૂભાઇ વણઝારાના અંગદાનથી 3 વ્યક્તિને નવજીવન

છેલ્લા અઢી વર્ષમાં થયેલ ૧૧૦ અંગદાન થકી ૩૩૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું, ૧૧૦ અંગદાતાઓના મળેલા ૩૫૬ અંગોમાં ૧૮૮ કિડની, ૯૫ લીવર, ૩૨ હ્રદય, ૬ હાથ, ૨૪ ફેફસા, ૨ નાના આંતરડા અને ૯૨ કોર્નિયાનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ મુ...
02:38 PM May 16, 2023 IST | Hardik Shah
છેલ્લા અઢી વર્ષમાં થયેલ ૧૧૦ અંગદાન થકી ૩૩૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું, ૧૧૦ અંગદાતાઓના મળેલા ૩૫૬ અંગોમાં ૧૮૮ કિડની, ૯૫ લીવર, ૩૨ હ્રદય, ૬ હાથ, ૨૪ ફેફસા, ૨ નાના આંતરડા અને ૯૨ કોર્નિયાનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ મુ...

છેલ્લા અઢી વર્ષમાં થયેલ ૧૧૦ અંગદાન થકી ૩૩૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું, ૧૧૦ અંગદાતાઓના મળેલા ૩૫૬ અંગોમાં ૧૮૮ કિડની, ૯૫ લીવર, ૩૨ હ્રદય, ૬ હાથ, ૨૪ ફેફસા, ૨ નાના આંતરડા અને ૯૨ કોર્નિયાનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.

સમગ્ર ઘટના એવી છે કે, 13 મી મે ના રોજ મેરૂભાઇ વણઝારાને પ્રવાસ દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજાની અસરો વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરીને સમગ્ર ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ૪૮ કલાકની ભારે જહેમત બાદ પણ તેઓને બચાવવામાં નિષ્ફળતા મળી. તબીબોએ ૧૫ મી મે ના રોજ મેરૂભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા કાર્યરત SOTTO(State Organ Tissue And Transplant Organisation) ની ટીમ દ્વારા તેમના પરિવારજનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલના અંગદાતાઓની યાદમાં નવનિર્મિત અમર કક્ષમાં પરિવારજનોને બેસાડીને તેઓને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. જેની અસર એવી થઇ કે પરિવારજનોએ ગણતરીની મીનિટોમાં જ મેરૂભાઇનું અંગદાન કરીને જરૂરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.

અહીં જોવા જેવી બાબત એ છે કે, ગમખ્વાર અકસ્માતમાં એક ભાઇએ જીવ ગુમાવ્યો ત્યારે બીજા ભાઇએ અંગદાનનો હિતકારી નિર્ણય કરીને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું અને વણઝારા પરિવારનો દિપ અન્ય પરિવારોમાં પ્રજવલ્લિત રહે તેવા પ્રયાસો હાથ ધર્યા.

અંગદાનની સંમતિ મળ્યા બાદ ટીમ દ્વારા બ્રેઇનડેડ મેરૂભાઇને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જઇને પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ૫ થી ૬ કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કે.ડી.હોસ્પિટલમા દાખલ દર્દીમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ ૧૧૦ મું અંગદાન છે. છેલ્લા અઢી વર્ષમાં ૧૧૦ અંગદાતાઓના અંગદાન થી ૩૫૬ અંગો મળ્યા છે. જેમાં ૧૮૮ કિડની, ૯૫ લીવર, ૩૨ હ્રદય, ૬ હાથ, ૨૪ ફેફસા, ૨ નાના આંતરડા અને ૯૨ કોર્નિયાનો સમાવેશ થાય છે.જેને ૩૩૧ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં AMTSનો બસ ડ્રાઈવર ટ્રાફિકના નિયમોને ગોળીની પી ગયો, જાણો શું કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજય જોષી

Tags :
Ahmedabad Civil HospitalAhmedabad NewsBrain dead Merubhai VanzaraCivil Hospitalorgan donation
Next Article