ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Firing : સાળા પર ગોળીઓ વરસાવી નાસી ગયેલો બનેવી અને તેનો ભાઈ ઉજ્જૈનથી ઝડપાયા, રિવૉલ્વર કબજે લેવાઈ

Ahmedabad Firing Case ના આરોપી એવા ઠક્કર બંધુઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ઝડપી પાડ્યા છે. પારિવારીક ઝઘડામાં અમદાવાદના શીલજ બ્રિજ પાસે સાળા પર ગોળીઓ વરસાવનાર બનેવી મૌલિક અને તેનો ભાઈ જીતુ બે મહિના બાદ પોલીસને હાથ લાગ્યા છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થઈ ગયેલા બંને ભાઈઓ ધરપકડથી બચવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છુપાતા ફરતા હતા.
08:20 PM Nov 25, 2025 IST | Bankim Patel
Ahmedabad Firing Case ના આરોપી એવા ઠક્કર બંધુઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ઝડપી પાડ્યા છે. પારિવારીક ઝઘડામાં અમદાવાદના શીલજ બ્રિજ પાસે સાળા પર ગોળીઓ વરસાવનાર બનેવી મૌલિક અને તેનો ભાઈ જીતુ બે મહિના બાદ પોલીસને હાથ લાગ્યા છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થઈ ગયેલા બંને ભાઈઓ ધરપકડથી બચવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છુપાતા ફરતા હતા.
Ahmedabad_firing_case_Maulik_Thakkar_and_Jitu Thakkar_arrest_by_Ahmedabad_Crime_Branch_from_Ujjain_Madhya_Pradesh_Gujarat_First

Ahmedabad Firing Case ના આરોપી એવા ઠક્કર બંધુઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ઝડપી પાડ્યા છે. પારિવારીક ઝઘડામાં અમદાવાદના શીલજ બ્રિજ પાસે સાળા પર ગોળીઓ વરસાવનાર બનેવી મૌલિક અને તેનો ભાઈ જીતુ બે મહિના બાદ પોલીસને હાથ લાગ્યા છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થઈ ગયેલા બંને ભાઈઓ ધરપકડથી બચવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છુપાતા ફરતા હતા. Crime Branch Ahmedabad ની ટીમે મૌલિક ઠક્કર પાસેથી ગુનામાં વપરાયેલી રિવૉલ્વર અને કારતૂસ કબજે કર્યા છે.

Ahmedabad Firing કેસમાં શું નોંધાઈ હતી ફરિયાદ ?

અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન (Bodakdev Police Station) ખાતે સુધીર ચંદુભાઈ ઠક્કર ઉર્ફે ગોપાલભાઈએ (રહે. થલતેજ, અમદાવાદ મૂળ રહે. દહેરાદૂન, ઉતરાખંડ) તેમના બનેવી અને બનેવીના ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સુધીરભાઈના નાના બહેન શિતલ ઉર્ફે ગુડ્ડીના વર્ષ 2009માં અમદાવાદમાં રહેતા મૌલિક પ્રતાપચંદ્ર ઠક્કર (Maulik P Thakkar) સાથે થયા હતા. શીલજ બ્રિજ પાસે એમિનન્સ-96માં રહેતા શિતલબહેન સાથે તેમના પતિ મૌલિકે સપ્ટેમ્બરના ચોથા સપ્તાહમાં ઝઘડો કર્યો હતો. જેથી શિતલબહેને અમદાવાદ ખાતે રોકાયેલા તેમના ભાઈ સુધીરને ફોન કરીને "પતિ ઝઘડો કરે છે તો તમે મને લેવા ઘરે આવો". જેથી સુધીરભાઈ તેમના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી ભાવિનભાઈ સુથાર સાથે કારમાં નીકળ્યા હતા. 25 સપ્ટેમ્બરના રોજ શીલજ બ્રિજ ઉતરતી વખતે સુધીરભાઈએ તેમના બહેનને ફલેટની નીચે આવવા ફોન પર જણાવ્યું. બહેન સામેથી ચાલતા આવતા હતા ત્યારે તેમની પાછળ હાથમાં ખુલ્લી રિવૉલ્વર લઈને બનેવી મૌલિક ઠક્કર તેમજ તેમની સાથે તેમનો ભાઈ જીતુ ઠક્કર (Jitu P Thakkar) આવી રહ્યો હતો. થોડાક અંતર દૂરથી મૌલિકે કાર ઉપર એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેથી ભાવિનભાઈએ કાર રોકી દીધી અને તેમાંથી સુધીરભાઈ નીચે ઉતર્યા હતા. આ સમયે મૌલિકે રિવૉલ્વરમાંથી બીજા બે રાઉન્ડ ફાયરિંગ કરતા સુધીરભાઈને પેટના ભાગે એક ગોળી વાગી હતી. Ahmedabad Firing બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આરોપીઓને ઝડપી લેવા દોડતી થઈ ગઈ હતી.

આ પણ વાંચો-પાંચ દિવસમાં એસીબીએ બે DA Case નોંધ્યા, એક આરોપીના બેંક લૉકરમાંથી સોના-ચાંદીના દાગીના અને બિસ્કીટ મળ્યા

ધરપકડથી બચવા ઠક્કર બંધુઓ થઈ ગયા ફરાર

અમદાવાદ શીલજ બ્રિજ પાસે એમિનન્સ-96માં રહેતો મૌલિક ઠક્કર અને તેનો ભાઈ જીતુ હત્યાના પ્રયાસ (Ahmedabad Firing) ની ઘટના બાદ શહેર છોડીને નાસી ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના ઉજ્જૈન (Ujjain Madhya Pradesh) હરસિદ્ધી મંદિર ખાતેથી મૌલિક અને જીતુ (રહે. એપલ કોરસ, શેલ પેટ્રોલ પંપની સામે, સાયન્સ સિટી) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક રિવૉલ્વર, 10 જીવતા કારતૂસ, કારતૂસના બે ખોખા અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ ગુનો કર્યા બાદ પ્રથમ સામખયાળી આધોઈ ગામની એક ધર્મશાળા ખાતે એક સપ્તાહ રોકાયા હતા. ત્યારબાદ ટ્રેનમાં ઉજ્જૈન ગયા અને 15 દિવસ રોકાયા હતા. ઉજ્જૈનથી મુંબઈ પહોંચી એક હૉટલમાં પંદરેક દિવસ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ પરત ઉજ્જૈન આવી ગયા હતા.

આરોપી મૌલિક ઠક્કરને કોણે આપ્યો હથિયાર પરવાનો ?

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી મૌલિક ઠક્કરનું મૂળ વતન છે. Ahmedabad Firing Case માં કબજે લેવાયેલી રિવૉલ્વરનો હથિયાર પરવાનો મૌલિક ઠક્કર ધરાવે છે. વર્ષ 2020માં મૌલિક ઠક્કરને પાટણના તત્કાલીન કલેક્ટરે (Patan Collector) હથિયાર પરવાનો આપ્યો હતો. આગામી દિવસોમાં હથિયાર પરવાનો રદ્દ કરવા માટે પાટણ કલેક્ટરને પત્ર લખશે (Weapon License Cancel Report) બોડકદેવ પોલીસ.

આ પણ વાંચો- DGP Vikas Sahay : MLA જીગ્નેશભાઈ મેવાણીનું નામ લીધા વિના DGP વિકાસ સહાયનો જવાબ!

Tags :
Ahmedabad Firing CaseBankim PatelBodakdev Police StationCrime Branch AhmedabadGujarat FirstJitu P ThakkarMaulik P ThakkarPatan CollectorUjjain Madhya PradeshWeapon License Cancel Report
Next Article